________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
(કપિલ કેવલી દષ્ટાંત) કૌશાંબી નામની નગરીને વિષે જિતશત્ર નામનો રાજા ન્યાયનિષ્ઠાથી રાજ્ય કરતો હતો. તેનો પુરોહિત ચૌદ વિદ્યાનો પારગામી કાશ્યપ નામનો બ્રાહ્મણ હતો. તેને યશા નામની સ્ત્રી હતી તે બન્નેનો કપિલ નામનો પુત્ર થયો. આ કપિલની બાલ્યાવસ્થામાં જ તેનો પિતા કાશ્યપ મરણ પામ્યો. કપિલને અજ્ઞાની બાળક જાણી તેના પિતાના સ્થાન ઉપર રાજાએ બીજા બ્રાહ્મણને થાપન કર્યો. તે બ્રાહ્મણ નિરંતર ઘોડા ઉપર બેસી મસ્તકના ઉપર છત્ર ધારણ કરાયેલા પોતાના સેવકવર્ગનો સહ વર્તમાન રાજ દરબાર આદિ અનેક સ્થળે ગમન કરતો હતો. તેને ઘોડા ઉપર બેસીગમન કરતોદેખી કપિલની માતા રૂદન કરવા લાગી, તે જોઇ કપિલે રૂદન કરવાનું કારણ પૂછ્યું કે હે માતા ? તું આ બ્રાહ્મણને દેખી શું કામ રૂદન કરે છે. તેથી તેની માતાએ કહ્યું કે “હે વત્સ ! તારાપિતાના સ્થાને રાજાએ આ બ્રાહ્મણને સ્થાપન કર્યો છે. જેવી રીતે આ બ્રાહ્મણ આવી સંપત્તિના સ્થાનભૂત છે તેવી જ રીતે પ્રથમ તારા પિતાની પણ સ્થિતિ હતી તેથી તે તારા પિતાની પૂર્વની સ્થિતિનું સ્મરણ થવાથી ખેદથી રૂદન કરૂં છું તું કાંઈ ભણેલ નથી તેથી આણે તારા પિતાની લક્ષ્મી મેળવી.” ફરીથી કપિલે પૂછયું કે-“મારા પિતાજીનું સ્થાન મને કેવી રીતે પ્રાપ્ત થાય ત્યારે તેની માતાએ કહ્યું કે જો વિદ્યાભ્યાસ કરે તો રાજા તને ફરીથી તારા પિતાના સ્થાન પર સ્થાપન કરે.” પુત્રો કહ્યું કે, “હે માત! હું કોની પાસે વિદ્યાભ્યાસ કરૂં?' તેની માતાએ કહ્યું કે “આ નગરીમાં સમગ્ર લોકો તારા ઉપર દ્વેષ કરનારા છે તે માટે શ્રાવતિ નગરીમાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત બ્રાહ્મણ પંડિત છે, તે તમને સમગ્ર કળા શીખવશે, માટે તું ત્યાં જા.” આવા માતાનાં વચન સાંભલી કપિલ
૩૨૩
ભાગ-૧ ફર્મો-૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org