________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તીર્થકર મહારાજાનો ભાવને પામેલા હોય છે, જે માટે કહ્યું છે કે – ज्ञानमप्रतीमं यस्य, वैराग्यं च जगत्पतेः ।। ऐश्वर्य चैव धर्मस्य, सह सिद्ध चतुष्टयम् ॥१॥
ભાવાર્થ : જગતના સ્વામી શ્રીમાન જિનેશ્વર મહારાજને (૧) અસદશ જ્ઞાન, (૨) અસદેશ વૈરાગ્ય, (૩) અસદેશ ઐશ્વર્ય તથા (૪) અસદેશ ધર્મ પોતાની સાથે જ સિદ્ધભાવને પામેલા હોય છે.
| વિવેચન-આઠ મહાપ્રતિહાર્ય, ચોત્રીશ અતિશય, પાંત્રીશ વચનયુક્ત વાણી, તીર્થંકર મહારાજને જ હોય છે. તીર્થકર મહારાજના વચનામૃતનું પાન કરી જીવો સંસારના પ્રબલ તાપને પ્રશાંત કરે છે, હિંસક, ઘાતકી પશુપક્ષીઓ જાતી સ્વભાવના કુર વૈરને દૂર કરી તીર્થકર મહારાજાની અમોઘ શીતલ વાણીનું પાન કરી, વૈરાગ્ય રંગીત થઈ સદ્ગતિ ગામી થાય છે. કહ્યું છે કે –
वीतरागना अतिशयो सारंगी सिहशावं स्पृशति सुतधियानंदिनी व्याघ्रपोतं, मार्जारी हंसबालं प्रणयवरवशा केकिकांता भुजंगं ।
वैराण्या जन्मजातान्यपि गलित मदा जंतवोऽन्ये त्यजंति, श्रित्वा साम्यैकरुढं प्रशमितकलुषं श्री जिनं क्षीणमोहम् ॥१॥
ભાવાર્થ – એકાંત શાંત રસમાં મગ્ન થયેલા, તથા સર્વ પાપથી રહિત અને મોહકર્મ જેમનું નાશ પામ્યું છે એવા શ્રી જિનેશ્વર મહારાજનો આશ્રય કરીને જીવો મદનો ત્યાગ કરી જાતિવૈરને છોડી દે છે. હરણી સિંહના બચ્ચાને પોતાના પુત્રની બુદ્ધિ વડે કરી સ્પર્શ કરે છે, ગાય વાઘના બચ્ચાને સ્પર્શ કરે છે, તથા બિલાડી હંસના બચ્ચાને સ્પર્શ કરે છે તથા સ્નેહને વિષે પરવશ ભાવ પામી મયૂરી સર્પને સ્પર્શ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org