________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
સમવસરણ નું સ્વરૂપ
જે અવસરે તીર્થંકર મહારાજાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અવસરે વાયુકુમાર દેવતાઓ માનનો ત્યાગ કરી, એક યોજન ભૂમિને શુદ્ધ કરે છે, મેધકુમાર દેવતાઓ તે શુદ્ધ ભૂમિને સુંગધી પાણીની વૃષ્ટિવડે સિંચન કરે છે, તે ભૂમિ ઉપર વ્યંતર દેવો ભક્તિથી પોતાના આત્માની પેઠે સુંદર કિરણોવાળા સુવર્ણ, માણિકય અને રત્નોના પાષાણથી ઉંડુ ભૂમિતલ બાંધે છે, તેના ઉપર જાણે પૃથ્વીથી જ ઉત્પન્ન થયેલ હોય ની શું ? એવા સુગંધી, પંચરંગી, નીચે ડીંટવાળા પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ કરે છે, તેની ચારે દિશામાં આભૂષણરૂપ કડીયા હોય, તેમ રત્નો માણિકય અને સુવર્ણના તોરણો બાંધે છે, ત્યાં ગોઠવેલી રત્નોની પુતલીના તેહના પ્રતિબિંબ એક બીજામાં પડવાથી, સખીયોને જાણે પરસ્પર આલિંગન કરતી હોય તેવી તેઓ ભાસતી હતી. સ્નિગ્ધ, ઈંદ્રનીલ મણિયોથી ઘડેલા, મઘરના ચિત્રો નાશ પામેલા કામદેવને છોડી દીધેલા, પોતાના ચિહ્નરૂપ મઘરના ભ્રમને ઉત્પન્ન કરનારા દેખાતાહતા. ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોયએવા શ્વેત છત્રો ત્યાં શોભી રહે છે, અતિ હર્ષથી-પૃથ્વીએ પોતાને નૃત્ય કરવા માટે, જાણે પોતાની ભુજાઓ ઉંચી કરી હોય તેવી ધ્વજાઓ ફરકતી હતી, તોરણોના નીચે સ્વસ્તિકાદિક અષ્ટમંગલિકના શ્રેષ્ઠ ચિહનો કર્યા હતા, તે બલીપીઠનેજાવ જણાતા હતા, સમવસરણનો ઉપલો ભાગ પ્રથમગઢ વૈમાનિક દેવતાઓએ બનાવેલો હતો, તેથી જાણે રત્નગીરીની, રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય તેમ જણાતું હતું, તે ગઢના ઉપર જાતજાતના મણિયોના કાંગરા બનાવ્યા હતા, તે પોતાના કિરણોથી આકાશને વિચિત્ર વર્ણવાળું બનાવતા હોય એમ લાગતું હતું, મધ્યમાં જ્યોતિષી દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પોતાના અંગની
Jain Education International
૬
For Personal & Private Use Only
www.jainelibrary.org