SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સર્વ નદીયોની વેળુને એકત્ર કરે તેમજ સર્વ સમુદ્રના પાણીના બિંદુઓને એકત્ર કરે તેના કરતાં પણ એક સૂત્રાનો અનંતગુણો અર્થ સર્વજ્ઞ પ્રભુ કેવલજ્ઞાની મહારાજાએ કહેલો છે. આવા ઉત્તમોત્તમ જૈનાગમને વિષે પોતાને પંડિત માનનારા કેવળ મિથ્યાભિમાની મૂર્ખ માણસો હોય તે જ કદાપિ કાળે પ્રીતિને કરતા નથી. જેવી રીતે કે ઉત્તમ સુગંધમય કમળને વિષે માખીઓ ગમન કરતી નથી, કારણ સુગંધી પદારથ ઉપરબેસવાનો તેનો સ્વભાવ નથી. મૂર્ખ માણસો જૈનાગમને વિષે પ્રીતિ નહિ કરતાં દુર્ગધમય મિથ્યાત્વીના પુસ્તકો ઉપર જ તેઓ મક્ષિકાઓની પેઠે ગમન કરે છે.જૈનાગમ મોહ બુદ્ધને હરે છે. ખરાબ માર્ગનો ઉચ્છેદ કરે છે. સંવેગ માર્ગને ઉત્પન્ન કરે आगमश्रवणं महागुणायक्षाराम्भत्यागतो यद्वन्मधुरोदकयोगत : बीजं प्ररोहमादत्ते, तद्वत्तत्वश्रुतेर्नरः क्षाराम्भस्तुल्य इह च, भवयोगोखिलो मतः । मधुरोदकयोगेन, समातत्त्वश्रुतिः स्मृता ॥२॥ बोधांभ : स्त्रोतसश्चैषा, सिरा तुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनि कूपवत् ॥३॥ તિ શ્રી મદ્રસૂરિ : ભાવાર્થ : જેમ ખારા પાણીના ત્યાગથીઅને મીઠા પાણીના યોગથી બીજ અંકુરાને ધારણ કરે છે તેવી જ રીત તત્ત્વને શ્રવણ કરવાથી પુરૂષ અંકુરિત થાય છે. એટલે બોધને પામી ઉદય કરવાવાલો થઇ શકે છે. ૧. અહિંઆ ખારા પાણીના સમાન સમગ્ર ભવના યોગને માનેલ ૧૯3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy