________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ તેને વિષે રક્ત થઇ. પ્રીતિ વધતાં તે બન્ને સ્ત્રી ભર્તારના પેઠે ક્રીડા કરવા લાગ્યાં. વિષયોને ધિક્કાર છે ! કારણ કે વિષયાસકત માણસ કાર્ય અકાર્યને જાણી શકતો નથી.
અન્યદા તે નગરને વિષે કોઈક દાસીયોને ઉત્સવ આવ્યો તે વખતે આ દાસી પુષ્પ પત્ર વિગેરે સામગ્રીના અભાવથી મનમાં દુઃખ ધારણ કરવાવાલી થઈ. તેને દુઃખી દેખી કપિલને તેનું કારણ પૂછયું ‘-સ્ત્રી ! તું દુઃખિત મનવાળી કેમ દેખાય છે.” તેણીએ કહ્યું કે
આજે દાસીઓનો ઉત્સવ છે અને તે પત્ર પુષ્પાદિક મારે જોઈએ તે મારી પાસે નથી તેથી દાસીવર્ગ મારૂ વગોણું કરશે.” આવા વચનો સાંભળી તેનુંદુઃખ મનમાં લાવી કંઈક રૂદન કરતો કપિલ મૌન ધારણ કરી રહ્યો તેને તેવા પ્રકારનો દેખી દાસીએ કહ્યું કે “હે સ્વામિન્ ! તમે ખેદ ધારણ નકરો આ નગરમાં ધન નામનો શેઠીયો વાસ કરે છે તેને તે શેઠીયો બે માસા સુવર્ણ આપે છે, તે માટે તમે પ્રથમ ત્યાં જઈને તેને પ્રબોધ કરો, એટલેજાગીને તેને બે માસા સુવર્ણ આપશે તે લઈને તમે મને આપજો એટલે આપણા બન્નેને લાભ થશે. “ કપિલે તે સર્વ અંગીકાર કર્યું અને તે ત્યાંથી નીકલ્યો પ્રથમ કોઈ મારા પહેલાં તે શેઠીયાને ઘરે ન જાઓ આવા ઇરાદાથી રાત્રિમાં નિદ્રા ન કરી ચંદ્રમાંની ઉજવળા કાન્તિથી કેટલી રાત્રિ છે તે નહિ જાણવાથી માર્ગમાં ગમન કરનાર કપિલને કોટવાળે પકડ્યો અને ચોરની બુદ્ધિથી બાંધ્યો કારણ કે ચોરનું ચાલવાપણું,ચોરી કરવાપણું, આવી રીતે જ હોય છે. પ્રાતઃકાળમાં કોટવાળાના પુરૂષોએ પ્રસન્નજીત રાજા પાસે લઈ જઇ ઉભો રાખ્યો. રાજાએ તેને પુછયું કે હે વિપ્ર ! તું કોણ છે ?
ક્યાં વાસ કરનારો છે? શા માટે આવ્યો છે ?” તેથી કપિલે પૂર્વની સમગ્ર વાત રાજાને કહી સંભળાવી દયાળુ હૃદયવાળા રાજાએ તેને
૩૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org