________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છોડી મૂકી કહ્યું કે “હે મહાત્મા તને જે રૂચે તે માગી લે તું જે વાંચ્છાકરીશ તે સર્વે હું તને આપીશ.' કપિલે કહ્યું કે “હે રાજનું ! વિચાર કરીને માગીશ ! ત્યાર પછી અશોક વનમાં જઈ વિચાર કરવા લાગ્યો કે બે માસા સુવર્ણથી વસ્ત્રાદિક ન થાય માટે સો સુવર્ણ માર્ગ, સો સુવર્ણથી પણ ઘરબાર વાહનાદિક ન થાય માટે હજાર સુવર્ણ માગું, લાખ સુવર્ણથી પણ ધન, માન, સન્માન બંધુ, દીન ઉદ્ધરણાદિ કર્તવ્યો થઈન શકે માટે કોટી માગું. એવા પ્રકારે શતકોટી, હજારકોટી માગું, આવી આવી ઉત્તરોત્તરયાચનાની ભાવના કરનાર કપિલને પૂર્વ કર્મના શુભોદયથી નિર્મળ બુદ્ધિ ઉત્પન્ન થઈ કે : जहा लाहो तहा लोहो ,लाहे लोहो वढइ ।। दो मास कणय कज्जं, कोडिए बि न निठ्ठियं ॥ | ભાવાર્થ : જયાં લાભ છે, ત્યાં લોભ છે અને લાભથી લોભ વૃદ્ધિ પામતો જાય છે, જેમકે બે માસા સુવર્ણના કાર્યની ઇચ્છાથી કોટીયે પણ લોભની શાંતિ ન થઈ.
અહો અહો ! લોભસમુદ્ર મહા દુર્ધર છે ! તેને કોઈ પણ પૂર્ણ કરવાને માટે શક્તિમાન નથી. હું વિદ્યા માટે આવ્યો, પોતાનું ઘર છોડી પરદેશને વિષે પારકે ઘરે રહ્યો, આ ઇંદ્રદત્તધર્માર્થ ને માટે મને વિદ્યા આપે છે તથા આ શાલિભદ્ર શ્રેષ્ઠી મને ભોજન આપે છે. મેં અલ્પ બુદ્ધિવાળાએ યૌવનાવસ્થામાં મદોન્મત થઈ દાસી સાથે આ અકાર્ય કર્યું, નિર્મલ કુળને પણ કલંકિત કર્યું, વિષયોને ધિક્કાર છે ! કારણ કે તે જીવોને અનેક પ્રકારે વિડંબના કરે છે. એવી ભાવનાને ધારણ કરતો વિષય થકી વિરક્ત થવાથી કપિલને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. કપિલ સ્વયંબુદ્ધ થયા.તેણે પોતાના મસ્તકના કેશનો લોચ કર્યો દેવોએ અર્પણ કરેલ રજોહરણ મુખવસ્ત્રિકા આદિ સાધુ
M૩૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org