________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
દ્રષ્ટાંતો યથા : વસંતપુર નગરને વિષે ૮૪ ચૌટાને વિષે જે ચીજ જેને જોઇએ તે ચીજ તેને મળી રહે છે, ત્યાં ચંદ્ર રાજા છે, સોમ નામનો મંત્રી છે, તથા શ્રેષ્ઠી સામંત વણિક પુત્રો વિગેરે ઘણા વસે છે, જે જે વસ્તુઓ ત્યાં આવે છે, તે તે વસ્તુઓને લોકો ગ્રહણ કરે છે, આવી તે નગરની ખ્યાતિ બહાર થઇ, ત્યારબાદ ભીમપુર નગરના કમલ નામના રાજાએ તેની પરીક્ષા કરવા માટે છાર કચરાદિક વડે કરી આઠ ગાડાં ભરી તેને નગરમાં વેચવા મોકલ્યાં, હવે લોકો તેની વસ્તુઓ ગ્રહણ કરવા આવે છે, તેવામાં છાર, પંજાદિક દેખીને પાછા વળવા માંડયા, તે અવસરે વસ્તુના સ્વામીઓએકહ્યું કે બીજા ગાડાઓ છે તેમાંથી તમારે જે વસ્તુઓ જોઇએ તે ગ્રહણ કરો, ત્યારે લોકોએ કહ્યું કે તે દેખાડો. તેથી તેમણે કહ્યું કેબે ગાડામાં ક્રોધ છે, બગાડામાં માને છે, બે ગાડામાં માયા છે બે ગાડામાં લોભ છે. હવે જો તમે નહિ લ્યો, તો તમારા નગરની ખ્યાતિ દૂર થશે, ત્યારબાદ ઘણા લોકોએમળી ઘણું તેનું માગેલું દ્રવ્ય આપીકો માન માયાલોભાદિક ચાર ગાડાને લીધાં, અને બાકીના ચાર ગાડાને સાંયકાળે રાજદ્વારે તે લઈ ગયાને કહ્યું કે આ ચાર ગાડા તમારા નગરમાંથી પાછા જશે તો તારા નગરની ખ્યાતિ જશે, તેવું સાંભળી લોભનું ગાડું રાજાએ લીધું, તેથી રાજા તૃપ્તિ રહિત થયા, તથા માનનું ગાડુ મંત્રીયોએલીધું તેથી તેઓમાની થયા,માયાનું ગાડું વાણિયાયેલીધું, તેથી તેઓ માયાવી થયા, ક્રોધનું ગાડું બ્રાહ્મણોએ લીધું, તેથી તેઓ ઘણા ક્રોધી થયા.
1 ક્રોધ કરનારની દુર્દશા 0 ક્રોધ કરનાર મરી નરકે જાય છે, અથવા તિર્યંચ થાય છે, તેનું લોહી સુકાઈ જાય છે, તેને ધર્મ સૂજતો નથી તે મરી વીંછી સર્પ થાય
૨૯૫૦
૨૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org