________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સંગ્રામ સોની વિચારકરવા લાગ્યો કે આ પ્લેચ્છ લોકો કરુણા રહિત હોય છે, માટે બાદશાહ આ મોટા આંબાની જરૂર નાશ પણ કરશે. આ વૃક્ષનું હું રક્ષણ કરું એમ ચિંતવીને કહ્યું કે હે સ્વામિન્ ! આ ફળશે કે નહિ તેમ હું જઈને તેને એકવાર પૂછી આવું બાદશાહે હા પાડવાથી ત્યાં જઈ પોતાના હાથથી તેને સ્પર્શ કરીને કહ્યું કે હે સહકાર ? જો મારું સમ્યકત્વ અને શીયલ સાચું હોય તો જલ્દીથી ફળીભૂત થજો. એમ કહી ફરીથી પોતાના હાથથી આંબાને સ્પર્શ કર્યો અને બાદશાહને જઈને કહ્યું કે હે દેવ ! મારે મુખે આંબાએ બાદશાહને જઇને કહ્યું કે હે દેવ ! મારે મુખે આંબાએ કહ્યું કે હું આવતા વર્ષે જરૂર ફળીશ. જો ન ફળે તો બાદશાહને ગમે તેમ કરે એવું સાંભળી બાદશાહ પોતાને સ્થાને ગયો. હવે સંગ્રામ સોનીએ બીજે દિવસે દુધ વડે તે આંબાના કયારાને પૂર્ણ કરી કહ્યું કે આમ્ર ! તારું મેં રક્ષણ કર્યું છે, માટે મારું વચન સત્ય થાય તેમ તારે પણ વર્તન કરવું. માળીને કહ્યું કે આ આંબો ફળશે ત્યારે મને વધામણીઆપવી. ભાગ્યયોગે આવતે વર્ષે અત્યંત ફલો તે આંબાને દેખી, માળીએ સંગ્રામને વધામણી આપવાથી તેણે તેનાં કોમળ ફળોથી થાળ ભરીરાજાને ભેટણ કર્યું અને કહ્યું કે તે આમ્રવૃક્ષે આ ભેટછું મોકલાવ્યું છે બાદશાહે પોતાના પુરૂષોને મોકલી તેનો નિર્ણય કરી, આશ્ચર્ય પામી તે ફળોને ખાધા. સંગ્રામ સોનીની આવી અપૂર્વ સજજનતા જોઈ રાજાએ તેનું બહુમાન કર્યું. ધર્મનો પ્રભાવ અચિંત્ય
CT ચાર કષાયો ઉપર જુદાજુદા દષ્ટાંતો O
ક્રોધ, માન, માયા, લોભ. આ ચારે કષાયો જુદા જુદા જીવોએ કરવાથી તે ચારે દુ:ખના ભાગીદારો બન્યા જુઓ :
૨૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org