________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પદના હેતુભૂત જિનેશ્વર મહારાજના કથિત ધર્મન વિષે મને ચંપકમાળાએ સ્થાપન કરેલ છે તે માટે પ્રથમ તેણીને ધર્મભ્રષ્ટ કર્યાથી રાજા ચિંતવના કરશે કે પોતાના વાચાળપણાથી જે પ્રકારે બોલે છે તે પ્રકારે કરતી નથી, તે કારણ માટે હે વત્સ ! પ્રથમ તો તેને ધર્મથી ભ્રષ્ટ કરવાનો ઉપાયો માટે પ્રયત્ન કરીશ અને પાછળથી કલંક આપીને પણ તેને કલંકિત કરીશ કે જેથી કરીને તારા મનોરથરૂપી વૃક્ષ ફળીભૂત થશે.” એ પ્રકારે રાણીની પાસે નિશ્ચય કરીને પરિવ્રાજિકા પોતાના મઠને વિષે ગઈ અને દુર્લભદેવી રાણી પણતેને નિરંતર સારી રીતે પોષવા લાગી. ત્યાર પછી દિન પ્રતિદિન સેકડો ઉપાયો વડે ચંપકમાળાની દવા માટે પરિવ્રાજિકા ચિંતવન કરવા લાગી. આને ધર્મભ્રષ્ટ કરવા માટે મારે
ક્યો ઉપાય લેવો આવી રીતે વિચાર પરંપરા ચાલતાં તેણીને સુઝયું કે આ ચંપકમાળાને પુત્ર નથી. માટે પ્રભાતે તેની પાસે જઇઆશીર્વાદ દઈ સંતુષ્ટ કરી પુત્ર પ્રાપ્તિનો ઉપાયતેને હું કહીશ તથા રખ્યાદિકથી સ્નાન કરાવીશ તથા કાલિકાદેવીની માનતા કરાવીશ આવી ચિંતવના કરી તે પરિવ્રાજિકા પ્રાતઃકાળને વિષે ચંપકમાળાના વાસભવનમાં ગઈ અને પોતાની પૂર્વની પ્રીતિવાળી પ્રતિહારી હતી તેને કહ્યું કે – “દેવીને જઈને કહે કે આપને મળવા માટે પરિવ્રાજિકા આવે છે, માટે શું આજ્ઞા કરો છો ?” પ્રતિહારીએ દેવીને જઈને કહ્યું કે “પરિવ્રાજિકા આવી છે અને પ્રવેશ કરવાની આજ્ઞા માગે છે.” રાણીએ પ્રતિહારીને કહ્યું કે “આજ્ઞા કેવી જલ્દીથી બારણેથી જ તેને વિસર્જન કર. અહિં આવવા દઈશ નહિ.” આવાં રાણીનાં કહેલાં વચનો પ્રતિહારીએ પરિવ્રાજિકાને કહ્યા છતાં પણ તેણીએ ફરીથી કહેવડાવ્યું કે “મારા ઉપર કૃપા કરીને દેવીએ એકવાર મને આવવાની રજા આપવી જોઇએ. દેવીએ કહ્યું કે “ઠીક ત્યારે તેમ હો” આવી રીતે કહેવાથી પ્રતિહારીએ પરિવ્રાજિકાને જલ્દીથી મહેલમાં પ્રવેશ કરાવ્યો. તેણીએ દેવીને આશીર્વાદ આપ્યો. અને એક જગ્યાએ
૧૪3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org