________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાની સ્ત્રીને અત્યંત હલાવ્યા છતાં પણ નહિ જાગવાથી પોતાનો જીવ લઈને બહાર આવ્યો. અને પોતાની સ્ત્રીને મરેલી જાણી અત્યંત દુઃખી થયો હવે ક્ષેમકર તેના હાડકાંગંગામાં નાખવા માટે લઈ ચાલ્યો ને રસ્તાં ભીમપુર નગરે આવ્યો ત્યાં પાણી પીવાને માટે ભીમને ઘરે ગયો. ભીમની સ્ત્રીએ તેને ઓળખી પોતાના પતિને કહ્યું કે આ આવેલ છે. તેથી ભીમે ત્યાં આવીને તે ખેદ પામેલા ક્ષેમકરને કુશળ પ્રશ્ન પૂર્વક બોલાવ્યો તેથી તેણે પણ પોતાનું ઘર બળી ગયું છે અને સ્ત્રી મરણ પામી છે વિગેરે પ્રકારના વૃત્તાંતને અતિ દુ:ખથી કહ્યોને ચાલવા માંડે છે એટલામાં ભીમે તેને ખાવાને માટે રોકી રાખ્યો. તેથી ઘરની અંદર જઇને ક્ષેમકરની સ્ત્રીને ભીમે કહ્યું કે હે બહેન ! આજે મેહમાન સહિત તું મને ભોજન કરાવ, સારા વસ્ત્રાલંકાર પહેરીને મને તું પરોસી દે તેણીએ પણ તેમ કરવાથી પોતાના સ્વામીને દેખીને હર્ષ ધારણ કર્યો. ક્ષેમંકર પણ તેને દેખીને આ મારી સ્ત્રી છે, અગરતના સમાન રૂપવાળી કોઈ અન્ય સ્ત્રી છે, અગર તેના સમાન રૂપવાળી કોઈ અન્ય સ્ત્રી છે, એવા પ્રકારની શંકા વાળા ચિત્તથી આકુળવ્યાકુળ થયેલો રોમાંચિત થયો, તેથી ભીમે પણતેમના તરફ કંઈક હસીને તેમનું અને સ્ત્રીનું વૃત્તાંત કહ્યું તે સાંભળી પોતાના સ્ત્રીના મેળાપનથી ક્ષેમકર બહુ જ હર્ષ પામ્યો ત્યારબાદ ભીમની સ્ત્રીએ ક્ષેમકરને કહ્યું કે હે દેવ ! પૂર્વે મારા વચનથી તમને કૌતુક થયું પણ પુરૂષ મધ્યે મારો સ્વામી એક મુઠી ઊંચો છે કે નહિ ! જે મેં કહ્યું તે સત્ય થયું કે નહિ ! તે મેં પણ તને દેખાડી દીધું. ત્યારબાદ ભીમે બન્ને જણાને સત્કાર વસ્ત્રાભરણથી કરીને વિદાય કર્યા. તેઓ બન્ને જણા પોતાના ઘેર આવી સુખી થયા.
૨૩૭
૨૩૭
રૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org