________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
OT ચોરી કરનારાઓની ક્યા
સંકલસર ગામમાં મકસેન રાજા હતો ત્યાં કપટીયાઓને વિષે શિરોમણિ, બુદ્ધિનો નિધાન શેખર નામનો સોની રહેતો હતો. એકદારાજાએ બહુ મૂલ્યવાળો, સોનાનો ઘડેલો અને અંદર મણિયોનાખેલો મનોહર પાર કરવા તે સોનીને આપ્યો. તે સોની દિવસે રાજા પાસે તેહાર ઘડે છે. અને રાત્રિએપીત્તલનો ખોટા કાચના કકડાના મણિયોકરી જુદો હાર ઘડે છે. રાજાના હારને ઘડતી વખતે તે કપટી સોની પાસે રહેલા લીંબડા ઉપરમાંસ મૂકે છે, તેને શકુનિકા નિરંતર લઈ જાય છે. એવી રીતે દિવસે રાજાનો અને રાત્રીકે પોતાનો એમ બન્ને હારો છ માસે તૈયાર કર્યા. છેલ્લે દિવસે પાણીનો ઘડો પૂર્ણભરી, તેમાં ખોટો હાર નાખી,ઘડો લઈ રાજા પાસે સોની ગયો અને રાજાના દેખતાં તેનાકાચને ગેરુ વડે લાલ કરીને ઘડામાં નાખીને તેમજ તેને બદલે પોતાનો હાર કાઢી રાજાના દેખતાં જયાં માં મૂકેલો હતો ત્યાં હાર મૂક્યો હવે પૂર્વના પેઠે માંસ લોભી શકુનીનિએ આવી માંસપિંડ જાણીને તે હાર ઉપાડી લીધો. સોનીએ તેને દુર ગયેલી દેખીકપટથી બહુ આંશુપાડી પોતાનું માથું ભૂમિ સાથે પછાડ્યું અને બોલ્યો કે હે દેવ ! બહુ પ્રયાસ કરેલો હાર શકુનિકા ઉપાડી જવાથી મારું હાર ઘડવાનું મૂલ્ય અને ઇનામ બો ગયા.આ પ્રમાણે વારંવાર બોલીને ભુમિ ઉપર પછાડીયો ખાવા માંડ્યો. એવી રીતે ખેદ કરનાર તેને રાજાએ કહ્યું કે હે ભદ્ર ! ખેદ ન કર આ મારોજ અપરાધ છે કે આ હારને મેં સારી રીતે રક્ષણ કરીને રાખ્યો નહિ.તે મારું આળસપણું છે કે આવી અમુલ્ય વસ્તુ હું સાચવી શકયો નહિ. એમ કહી રાજાએહાર ઘડવાનું આપેલું મુલ્ય અને હાર સહિત ઘડો લઈને તે શેખર સોની પોતાને ઘરેગયો.
(૨૩૮
૨૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org