________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિગેરે દ્રવ્યોવડે તથા ચૈત્યવંદન, સ્તુતિ, ઉગ્ર વિહાર, આજ્ઞાપાલન, વિગેરે ભાવવડે કરીને પૂજા કરનાર શ્રાવક અને સાધુ મિથ્યાત્વ મોહનીય કર્મને જીર્ણ કરે છે જેમ નહિ જીર્ણ થયેલું અન્ન ભસ્મ, અર્ક, ગુટિકા, વિગેરે ઔષધોના ભક્ષણ કરવાથી જીર્ણ થાય છે, તેમકર્મનું જીર્ણ થાય છે, તે વિના નાશ થતું નથી તે સંબંધી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે :
ચૈત્યને વિષે અગર આલય (ઘર) ને વિષે રહેલી વીતરાગની પ્રત્યેક પ્રતિમાજીની એકાગ્ર ચિત્ત ભક્તિ સહિત સ્તુતિ કરવી તથા તેને વંદના કરવી. તથા ત્રણ લોકવડે પૂજીત તથા ધર્મ તીર્થને પ્રગટ કરનાર એવા જગતગુરૂનું દ્રવ્ય પૂજન તથા ભાવ પૂજન એમ બે પ્રકારનું અર્ચન પૂજન કહેલું છે, તેમાં જે ઉગ્ર વિહારાદિ જિનાજ્ઞાનું પાલન તે ભાવપૂજા કહેવાય છે, અને જિન પ્રતિમાની પૂજા કરવી તે દ્રવ્ય પૂજા કહેવાય છે. પહેલી ભાવ પૂજા મુનિઓને હોય છે, અને ગૃહસ્થોને બન્ને પ્રકારની પૂજા હોય છે. તેમાં ભાવપૂજા અત્યંત પ્રશંસનીય છે,પ્રશસ્ત છે, મુનિને મન, વચન, કાયાની શુદ્ધિએ કરીને જે ચારિત્ર્ય સંબંધી કષ્ટનું તથા બાવીશ પરિષહાદિકનું અને અનેક જાતિના ઉપસર્ગાદિકનું સહન કરવું તે તે સર્વનો ભાવપૂજાને વિષે સમાવેશ જાણવો, તથા શ્રાવક પવિત્ર થઈને સુગંધી જળ વડે કરીને જિનેશ્વરની પ્રતિમાને પ્રક્ષાલન કરી ગંધકષાયી વસ્ત્રવડે કરીને જંગલુંછન કરીને શ્રેષ્ઠચંદન, પુષ્પ, પુષ્પમાળા વિગેરેથી પૂજન કરે તે સર્વે દ્રવ્ય પૂજા જાણવી.
એવું સાંભળીને વિમલગુપ્ત આચાર્યપાસે વિચિત્રવેગે દીક્ષા લીધી, અને અત્યંત ઉત્કૃષ્ટ તપ કરીને સૌધર્મેદ્ર થયો. ભાઈના મરણથી ખેચરચક્રી ચિત્રવેગ આવ્યો અને ભાઈના સ્નેહથી તે અત્યંત ખિન્ન થયો, શોકમગ્ન ચક્રવર્તીને દેખીને તે વખતે ત્યાં આવેલા વિમળગુપ્ત
M૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org