________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આચાર્યે તેમને પ્રતિબોધ કર્યા અને શુક્લ ધ્યાન વડે કેવળજ્ઞાન પામી તે જ દિવસેમોક્ષે ગયા. ઇંદ્ર વંદન કરવા આવ્યા, નિર્વાણ મહોત્સવ કર્યો અને ત્યાં સિદ્ધાયતન કર્યું, તેમાં રૂષભસ્વામી તથા પોતાના ભાઈની સુવર્ણમય પ્રતિમા સ્થાપી ધર્મરત્નને સ્થાને ચક્રરત્ન કર્યું. બાહરનાં ભાગે ભદ્રાસન સ્થાપન કર્યું, તેમાં ઉચ્ચમંડપ કર્યો.આવી રીતે વસુદેવ હિંડીમાં પણ કહેલું છે. ઇંદ્ર કહ્યું કે આ જિનાલય ઉઘાડયા વિના દેવતા મહારા વચનથી બન્ને પ્રતિમા પૂજશે બહારના ભાગમાં દર વર્ષે બન્ને શ્રેણીઓને વિષે રહેલા ખેચરોએ પ્રતિવર્ષે ઉત્સવ કરવો જે નહિ કરશે તેની વિદ્યા નાશ થશે. તે કારણથી હું ઇહાં આવેલ છું. ખેચર ચક્રવર્તી અગર સમ્યકદષ્ટિ તેના માતાપિતા, યા સમ્યકર્દષ્ટિ તેનાં પિતરો, પુત્રો એ ઉત્તમ પુરૂષો આ સિદ્ધાયતનના બાર ઉઘાડશે અને તેના પ્રભાવવડે કરી બીજા પણ જાત્રાને કરશે, નાન્યથા એવું કહી શકેન્દ્ર ગયા. દેવલોકે તે શકનું બે ભવમાં હરિનામ હતું, તે માટે બહાં હરિકુટ એવું સર્વ જગ્યાએ નામ વિસ્તાર પામ્યું. આ દિવસે તેનો ઉત્સવ દિવસ છે, તે માટે મહિમા કરવાને ખેચરો મળ્યા છે, એવી રીતે ઘણો કાળ ગયો, ઘણા ઉત્તમ પુરૂષો સ્પર્ધાવડે કરી ઉઘાડવાને યત્ન કરે છે વર્ષે વર્ષે પરંપરાથી આવું સંભળાય છે, કે કોઈક ખેચર રાજાએ બારણું ઉઘાડ્યું. એવી રીતે મદન ખેચર મિત્રે કહેવાથી વસુદેવ જિનમંદિરને નમસ્કાર કરવા ગયો. ત્યાં વૈરનો ત્યાગ કરી ઉત્તમ પ્રકારના ખેચરોએ ગંભીર શબ્દો વડે કરી મનોહર ગીતગાન નાટારંભ વડે કરી રહેલા મહિમાને દેખે છે. હવે વિદ્યાધરો કહે છે કે
સ્વામિન્ ! રૂષભાદિ ખેચરોએ, સુરાસુરોએ, જીનદ્વાર ઉઘાડવાને પ્રયત્ન કર્યા છતાં પણ નિષ્ફળ થયો છે. હાલમાં તમે પ્રયત્ન કરો એટલે પ્રથમ જીનમુખદેખી અને પ્રતિમાનું અર્ચન કરીએ. ' તેમ કહેવાથી વસુદેવે રનાન કરી , ચંદનનો લેપ કરી , શુકલવસ્ત્ર ધારણ કરી મુખકોશ બાંધી સુરઅસુર ખેચર યુક્ત જિનાલયને ત્રણ પ્રદક્ષિણા કરી દયા વડે
૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org