________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કારણ પૂછવાથી કુમારી બોલી કે હે તાત ! શુભ અશુભ ફળની પ્રાપ્તિનું મુખ્ય કારણ એક પોતાના કર્મ જ છે, બીજા વડે કરીને શું ? એક લક્ષ્મી જ ચિરકાળ જીવો, કારણ કે તેના પ્રસાદથી લોકો મીઠું મીઠું બોલે છે. તે સાંભળી ભ્રકુટી ચડાવી અત્યંત ક્રોધાતુર થઈને રાજા બોલ્યો કે તું કોના પ્રસાદથી સુખ ભોગવે છે ? તેથી તે બોલી કે સર્વે પોતાનાં કરેલા કર્મના ફળને જ ભોગવે છે, આને વિષે બીજા તો નિમિત્ત માત્ર જ છે. ખોળામાંથી તેને જલ્દી નીચે ઉતારી, તેના સારા વસ્ત્રાલંકાર ઉતારી લઇ, મેલા જૂના ફાટેલા લુગડા પહેરાવી, જીર્ણ વસ્ત્રવાળા તથા દુબલા શરીરવાળા રૌદ્ર અને લાકડાને વહન કરનારા પુરૂષને પોતાના માણસો દ્વારારાજાએ બોલાવીને કહ્યું કે જા નીકળ. તારા કર્મનું ફળ ભોગવ આ ફળ તારી જીભનું જ છે. એમ કહી સેવકોને કહ્યું કે જે કોઈ આની પાછળ જશે તે મારો વેરી થશે. આવી રીતે કહેવાથી સભાના લોકો કહેવા માંડયા કે બાળક પર આવા પ્રકારનો કોપ કરવો જોઇએ નહિ, કારણ કે બાલ્યાવસ્થામાં સ્ત્રીના સ્તનને આકર્ષણ કરનાર બાલકને તેની માતા શું નથી સ્તનપાન કરાવતી ? અર્થાત્ કરાવે છે. માટે રોષ કરવો યુક્ત નથી. એવી રીતે લોકોએ મંત્રી વર્ગને તથા રાણીએ બહુ જ કહ્યા છતાં રાજાએ, માન્યું નહિ, પરંતુ વધારે ક્રોધાતુર થયો. આ અવસરે પ્રફુલ્લિત મુખ કમળવાની સુંદરહું મારા કરેલા કર્મને ફલ ભોગવીશ એમ માનીને આત્માને આનંદિત કરતી, કાગડાની પાછળ જેમ હંસલી જાય તેમ તે રંકના પાછળ ચાલી, અને તેના જીર્ણ મંદિરમાં જઈ પોતાના પતિને આસન આપ્યું. ત્યારબાદ તે રેકે કહ્યું કે હરાજકુમારિ ! તારી ઇચ્છા હોય ત્યાં જા, કારણ કે સુવર્ણ જ્યાં જાય ત્યાં શોભાને પામે છે. આવા તે રંકના વાકયને શ્રવણ કરીને તે બોલી કે હે સ્વામિન્ ! ફરીથી તમે એવા પ્રકારના વચન બોલશો નહિ, કારણ કે મને તો
M૨૮૫ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org