________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વહુ જે હતી તે પોતાની ઇચ્છા હતી તે પ્રમાણે બોલી કે મને જો મારી સાસુ મિષ્ટાન્ન પીરસે તો મને હિતકારી થાય બીજી સ્ત્રી બોલી કે મને જો મારી સાસુ ખાંડનું ભોજન કરાવે તો મને હિતકારી થાય ત્રીજી બોલી કે મારી સાસુ મને સુગંધી ઘીની સાથે ઉનું અન્ન પીરસે તો મને હિતકારી થાય ચોથી બોલી કે હું સાસુ સસરા દેરાણી જેઠાણી પતિ વિગેરેને પ્રથમ સારી રસવંતી જમાડીને પછી તે સર્વેએ ભોજન કરતાં બાકી રહેલાબળેલા જળેલા ખરાબ ભોજનને હું કરું ત્યારે જ મારા આત્માને હિતકારી થાય એવી રીતે તે ચારે જણીયો પોતપોતાની મનોવાંછિત વાર્તાને કરીને વૃષ્ટિ બંધ થયા પછી પોતાના ઘેર ગઈ ત્યારબાદ ચારે વહુઓના અભિપ્રાય તેજાણી સસરો પણ ધીમે ધીમે વડ ઉપરથી હેઠે ઉતરી ઘેર આવીને પોતાની સ્ત્રીની પાસે તે તે અભિપ્રાયોને પ્રકાશ કરીને કહેવા લાગ્યો કે તારે ચારે સ્ત્રીયોને તેને રૂચતું જ ભોજન આપવું તેમા ચોથીને તારે નિરંતર બધા ભોજન કરી રહ્યા પછી બાકી રહેલું બલેલું જળેલું ખરાબ ભોજન આપવું કારણકે તેને તો તેવું જ રૂચે છે. આવી રીતે સાંભળીને સાસુ પણ નિરંતર આવા પ્રકારનું જ ચારે જણીયોને ભોજન આપવા માંડી ત્યારબાદ ત્રણે જણીયોને તો તેનું મનોવાંચ્છિત ભોજન દેખીને અને પોતાને આવું ખરાબ ભોજન દેખીને ચોથી સ્ત્રી મનમાં વિચાર કરવા લાગી કે આ શું થયું ? તેથી મનમાં ખેદ પામીને અત્યંત ચિતાથી દુબળી થઈ એકદા પ્રસ્તાવ રાત્રિને વિષે તેના ભતંરે દુર્બલ થવાનું કારણ પૂછવાથી તે કહેવા લાગી કે વૃક્ષના હેઠે અને અરસપરસ બોલેલા વચન નિશ્ચય સસરાએ સાંભળીને તમારી માતાને કહેલું છે અને તેથી જ તમારી માતાએ રોજ મને ખરાબ અન્ન આપવાથી મારી આ દશા થઈ છેઅગર કાંઈક મારો વાંક આવેલ હશે તે હું કાઈ
M૩૫૪
૩૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org