________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શંકામાં પડીને વિચારે છે કે મહારાજ તે લાડવા ખાઈને મરણ પામ્યા હશે, તેથી શંકા કરીને તે યોગીને ધનશ્રીએ પુછ્યું કે હે યોગી ? હે નાથ ! તે લાડવા તમે કોઈને દીધા હતા કે તમે પોતે ખાધા હતા ? આવી રીતે કહેવાથી તેયોગીએ હતું તેવું કીધું, તેથી તેના વચનને વિષે નિશ્ચલતાલાવીને ધનશ્રીએ પોતાનું વૃત્તાંત તમામ યોગીને કહી દીધું, અને યોગીને વિસર્જન કરીને પોતે ધર્મ ધ્યાનમાં તત્પર થઈ. આવી રીતે જે પારકાનું ચિંતવે છે. તેને તે પોતાનું જ તેવું થાય છે, માટે ઝેરવેર ઇર્ષા દ્રોહ છોડી જે ધર્મકરે છે. તે લલિતાંગકુમારની પેઠે સુખી થાય છે. સંસત પરિત્યા ખરાબ માણસોની સોબત ત્યાગ કરવી, કારણ કે નીચ માણસની સોબત કરતાંનીચતા અને મરણ પ્રાપ્ત થાય છે, લોકો ધિક્કારે છે, પરલોકે ખરાબ ગતિ થાય છે.
( હિતના વિષે સુરરાજ રાણી ક્યા ) વસંતપુર નગરને વિષે મહિપાલ નામનો ક્ષત્રિય ખેડુત વસતો હતો, તેને ૧ દેવપાલ, ૨ રાજપાલ, ૩ વિજયપાલ, અને ૪ સુરપાલ નામના ચાર પુત્રો હતા. તે ચારેને તેના પિતાએ પરણાવેલાછે તે નિરંતર ખેતી કરે છે એકદા પ્રસ્તાવે ખેતરમાંથી તૃણાદિકનું ઉન્મેલન કરવાને માટે ચારે વહુઓ પોતાના સસરા સાથે ખેતરમાં ગઈ ત્યારબાદ દિવસના અસ્ત થયા પહેલાં જ પોતાના ક્ષેત્ર થકી સસરો ઘર તરફ પાછો ફર્યો તેવામાં વૃષ્ટિ થવાથી રસ્તામાં જ એક મોટું વડલાનું વૃક્ષ હતું ત્યાં વડની ઘટામાં માથું ઢાંકીને લીલા વસ્ત્રવડે ગુપ્તપણે બેઠો હતો તેવામાં મેઘના વરસવાથી તથા અંધારું થવાથીતે ચારે સ્ત્રીયો વૃષ્ટિથી બાધાપામી તેજ વડલાના વૃક્ષ નીચે આવીને બેઠી પછી તે ચારે જણીયો સ્વેચ્છાથી વાર્તા કરવા લાગી તેમાં પ્રથમ મોટી
M૩૫૩૦
૩૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org