________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મહાદેવને બેસાડી ઇંદ્ર દેવતાઓને નિર્ભય કર્યા.
હવે સમુદ્ર મંથન કરવાથી જે જે રત્નો નીકળ્યા. તે તે દેવતાએ પોતાના જાણી ગ્રહણ કર્યા. અને ગુપ્ત રાખેલી વસ્તુના લાભથી દેવો બહુ જ આનંદ પામ્યા. પરંતુ શ્રી નેમિનાથ ભગવાનની સેવા કરનાર મહાદેવના હાથમાં કંઈપણ આવ્યું નહિ. તેથી દેવો ફરીથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. અને બોલ્યા કે જે જે પ્રાપ્ત થશે તે મહાદેવને આપીશું. આવી રીતે વાણીથી મહાદેવને સંતોષી જોરથી મંથન કરવાથી પાતાલક કુંભ ફુટી જવાથી અત્યંત ઉગ્ર કાલકૂટ વિષ નીકળ્યું. તેના ઉગ્ર આવેશથી તમામ દેવો મૂછ ખાઈને અકસ્માત ભૂમિ ઉપર પડી ગયા ત્યારે અરેરે ! લાભને વિષે અમારો મૂળથી ક્ષય થયો એવો અપ્સરાઓના સમૂહને વિષે અતિ હાહાકાર ઉછળ્યો એટલે જગતના જીવો ઉપર કૃપા ધારણ કરનારા પ્રભુ શ્રી નેમનાથ મહારાજા માથે ઘડો લઈને અમૃત લેવા દોડયા. તેવામાં મહાદેવને કહ્યું કે-“હું આપનો સેવક પાસે છે છતાં આપ શું કામે જાઓ છો ? મને ઘડો આપો. હું જાઉં તેથી પ્રભુએ ઘડો આપવાથી માથે ઘડો લઈને જલ્દીથી શંભુ ગયા અને અમૃત લાવ્યા. તેનું પાન કરાવવાથી તમામ દેવો વિષ રહિત થયા અને બધાને જીવાડવાથી ત્રણ જગત સ્વસ્થ થયું. તે દિવસથી ભગવાનના માથા ઉપર ઇંઢોણી રહે છે અને શંભુએ કાલકૂટ વિષનું ભક્ષણ કરવાથી તૃષાશાહિ સખત ઉપડવાથી શાન્તિને માટે પાણીની ગાગર હજી સુધી રાખેલી દેખાય છે. પ્રથમથી જ માટે ગંગા રાખી છે તેનું પાણી પડવાથી પણ શાન્તિ થઈ નહિ. હાલમાં પણ પાણીની ગાગર રાખેલી છે, એવી રીતે મંત્રીનાં કહેવાથી રાજાએ હાસ્ય કરીને પુરોહિતને કહ્યું કે “નિર્મલ બુદ્ધિવાળા આ મંત્રીએ તને કેવો ઉત્તર આપ્યો ?” તેથી વિના કારણે અરિહંતના અવર્ણવાદ બોલવાથી અને મંત્રીના ઉત્તરથી લજ્જાને પામેલા તેણે પોતાનું મુખ શ્યામ કર્યું. એટલું જ નહિ, પરંતુ પાપકર્મના અંદર
૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org