________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અન્યદા શ્રીમતીના મરણ બાદ ચારે પુત્રો સ્ત્રીઓ સહિત જુદા થયા અન પિતાએ સર્વને ધન, ધાન્ય રૂપું, સુવર્ણ,દ્વિપદ, ચતુષ્પદ વહેંચી આપીને પ્રત્યેકને ઘેર વારાફરતી જમવા લાગ્યો. આવી રીતે કેટલોક સમય ગયા પછી ઈર્ષાળુ વહુઓએ નવરાવવું ધોવરાવવું, ખવરાવવું પીવરાવવું વિગેરે છોડી દીધું તેથી દુઃખી થયેલ શેઠ દિવસો ગુજારવા લાગ્યો. ત્યારબાદ કોઈક દિવસ બાળ મિત્રો ખેમા નામનો સોની તેની સુખશાન્તિ પૂછવા આવ્યો તેનું દુઃખમય વૃત્તાંત જાણી સોનીએ કહ્યું કે હે મિત્ર ! મને પૂછયા વિના તમામ ધન તે છોકરાઓને આપી દીધું તે સારું કર્યું નથી. શેઠે કહ્યું કે ધન સર્વ છોકરાઓને આધીન છે, વહુઓ કડવા વચન બોલનારીઓ છે, મારી સ્ત્રી મરણ પામી છે. માટે હવે મારે મરવું જ શ્રેયસ્કર છે, કારણ કે મરણ પામેલી સ્ત્રીના વૃદ્ધ સ્વામીને, પુત્રને આધીન ધન હોય તેને, તથા વહુના વચનથી બલેલાને જીવવા કરતાં મરવું જ સારું છે. આ પ્રકારના દુઃખની વાર્તા સાંભળી ખેદ પામેલા સોનીએ કહ્યું કે હે મિત્ર ! મારી બનાવેલી પિત્તલમય સોનામહોરનું એક વાસણ ગ્રહણ કરી. તેના ઉપરના ભાગમાં એક સોનાની દીનાર તારે રાખવી. ત્યાર પછી પુત્રની વહુ તને ખાવાનું દેવા આવે ત્યારે તારે એક દીનાર આપીને કહેવું કે મારા માટે લાડુ આદિ સારું ભોજન તારે કરવું એમ કહી એક દીનાર તેને આપવી. મિત્રની સલાહથી શ્રેષ્ઠીએ તેમ કરવાથી તે દીનાર વહુએ તેના ઘરે એકાંતમાં દેખાડી તેથી લોભવશથઇ પોતાના પિતાની પાસે સોનાનું વાસણ ભરેલું છે, તેમ માની છોકરા અને તેની વહુ નિરંતર શયન આસન, ભોજન અને સ્નાનથી શેઠનો સત્કાર કરવા લાગ્યા.અનુક્રમે તે સોનામહોરની વાત જાણીને બીજા પુત્રો અને તેની વહુઓ તેના પ્રેમપાત્ર બનવા માટે “હું પહેલો હું પહેલી
(૩૧૫
૩૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org