________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એવીરીતે વૃદ્ધ ડોસાની ચાકરી કરવા લાગ્યા. શ્રેષ્ઠી પણ તેવા પ્રકારની ચાકરીથી પોતાના મિત્રની બુદ્ધિથી અત્યંત સુખી થયો.
| ધૂની ક્યા છે धूर्तेन वंचितो धूर्तो , वंचनां तनुते क्षणात् । दंपतीभ्यां द्विजोऽवञ्चि तेन तावपि वंचितौ ॥१॥
ભાવાર્થ : ધૂર્તે ઠગેલ ધૂર્ત ક્ષણવારમાં બીજાને ઠગે છે, સ્ત્રીપુરુષ બન્નેએ બ્રાહ્મણને ઠગ્યો અને બ્રાહ્મણે તે બન્નેને ઠગ્યા.
લોહાકર નગરને વિષે ગરૂડ નામનો બ્રાહ્મણ અને વસુમતી નામની તેની સ્ત્રી હતી. આ બન્ને ધૂર્ત કળાને વિષેકુશળ હતા.એકદા ભોજન વેળાએ સમસ્ત રસવતી તૈયાર થઇ ગઇ તેવા વખતે અકસ્માત ધૂર્તને વિષે શિરોમણિ ધરણ નામના બ્રાહ્મણ તેને ઘેર મહેમાન આવ્યો. તે દેખીને બન્નેયે વિચાર કર્યો કે આ પાપાત્મા મનોહર રસવતી ખાઈ જશે એમ ચિંતવી બન્ને જણાએ અરસપરસ ફોગટ કલેશ કરવા માંડયો અને તેમ કરવાથી રૂષ્ટમાન થયેલી વસુમતી પોતાના પિતાને ઘરે ચાલી ગઇ.ત્યારબાદ થોડી વેળા સ્થિર થઇ, સર્વે રસવતી વાંસમય અલિંજર વાંસની કોઠીની પાછળ મુકી, તે પોતાની સ્ત્રીને તેડવા ગયો. તેને ગયેલો જાણી પૂર્વે વિચાર કર્યો કે આ બન્ને ધૂર્તોએ મને ઠગ્યો છે, એમ ચીંતવી કંઠ પર્યત તમામ રસવતી ખાઈને તે અલિંજરની નીચે રહ્યોથોડી વારે બન્ને જણા પોતાને ઘરે આવ્યા. પરોણાને નહિ દેખવાથી બન્ને જણા હર્ષ પામ્યાં સ્ત્રીએ પોતાના સ્વામીને કહ્યું કે હે સ્વામિનું ? તું મારી કળા જો. આવેલા પરોણાનેલડાઇના મિષથી પિતાને ઘેર જઈ ઠગ્યો ગરૂડે કહ્યું કે હે સ્ત્રી ? તારી કળા સારી છે. તેને બોલાવવા નિમિત્તેતારી પાછળ આવવાથી મેં પણ તેને ઠગેલો છે. એવી રીતે પોતપોતાની ચુતરાઈનાં
૩૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org