________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વખાણ કરતાં દેખી અલિંજર નીચેથી નીકળી તે ધરણ પૂર્વે કહ્યું કે મારી પણ ચતુરાઈ જુઓ. મેં એકલાએ તમો બન્નેને ઠગેલા છે. પૂર્તની તેવી અવસ્થા જોઇ તેઓ બને અધોમુખવાળા થયા.
OT લોભની દશા DO
લોભી લજ્જા રહિત હોય છે, વહાલાની મિત્રાઈને વિસારે છે,કુડ કપટથી ભરેલો હોય છે, ગાઢ પ્રીતિને તોડી નાખે છે, લાલચુ હોય છે, તૃષ્ણા ત્યાગ કરતો નથી, લક્ષ્મીને ધરતી માં દાટે છે,દુઃખથી દિવસોને વ્યતીત કરે છે, સ્વાર્થી હોય છે, સ્વારથની સિદ્ધિ માટે કલંકોચડાવે છે. બીજાના અવગુણ બોલે છે, હર્ષથી દાન દેતો નથી ,દાન આપનારને નિંદે છે, રસગૃદ્ધિથી વ્યાપ્ત હોય છે, સુખે ભોજન કરતો નથી,સુખે નિદ્રા કરતો નથી,સુખે પહેરતો ઓઢતો નથી રાત દિવસ દિનાકરે છે, ધર્મની વાતદૂર કરે છે, કુડા સોગન ખાય છે, દેવતાઓને પણ ઠગે છે, નાક વિનાનો હોય છે, નિમકહરામી થઈ ટંટા કરે છે, નાત જાતમાં તિરસ્કાર પામે છે, ગુણોને બાલી ભસ્મ કરે છે, તેનું નામ કોઈ લેતા નથી, તેકોડીને માટે કેશકરે છે, મહા પાપી હોય છે, કુદેવ કુગુરૂ કુધર્મને પૂજે છે, ધનને માટે દુર્ગતિમાં જાય છે, પૈસા માટે અનર્થ કરે છે, કુડી સાક્ષી પૂરે છે, કોણિકે પિતાને પાંજરે પૂર્યો, આઠમો સુભમ ચક્રિ નરકગયો, કંસે ઉગ્રસેનને પાંજરે ઘાલ્યો, નંદરાજા નરકે ગયો.લોભીને કોઈ શરણ થતું નથી, તે ધર્મને હારી જાય છે, અષ્ટ કર્મ ઉપાર્જન કરે છે,દયારહિત પાપનો વ્યાપાર કરે છે, સમુદ્ર પાર જાય છે, સગાઈ રાખતો નથી ટાઢ, તાપ તૃષા, સુધા સહન કરે છે, પાપથી દ્રવ્ય મેળવે છે, તેનું દ્રવ્ય કોઈક ખાય છે લોભી ધૂર્ત હોય છે, તે કોઈની શરમ રાખતો નથી, ઝેર ખાઈ મરે છે, મહા દુ:ખી થાય છે, સ્વાર્થી થઈ રાજદ્વારે ચડી ખાય છે, કુગુરૂને સેવે છે, રણમાં
M૩૧૭
૩૧૭
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org