________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તું પણએજ પ્રકારે દર્દીને આપ એવી રીતે માતાના વચનથી પ્રેરાયેલા તે જે જે વ્યાધિપીડિત જે જે લોકો દવા લેવા આવે છે તેને હરડેનું ચૂર્ણ જ આપે અને તેના ભાગ્યોદયથી ચાલુ રોગો તમામ નાશ પામે છે, તેથી લોકો આદરમાન સહિત ધન આપે છે. દિવસે દિવસે ધનધાન્ય ગાયો આદિની વૃદ્ધિ તેનાપિતા કરતા પણ અધિક થવા માંડી. એકદા ગામના અધિકારીની ઘોડી ઘોડા નીશાળામાંથી છૂટી નાશી ગઈ તે અધિકારીનો છોકરો પુછવા માટે વૈદ્યને ઘેર ગયો. “મારી ઘોડી કયારે મળશે ?” તેમ પુછતાં તેને પણ હરડે ચૂર્ણ આપ્યું અને કહ્યું કે આ ચુર્ણ ખા તને ઘોડી મળશે. ચુર્ણ લીધુ ખાધું ને ઝાડા થવા માંડયા ગામ બહાર સરોવર ગયો. ત્યાં પાણીનું પાન કરવા આવેલી ઘોડી દેખી તેથી તે હર્ષ પામ્યો તેની ઉપર બેસીને પોતાને ઘેર ગયો. ગામને વિષે આ વાર્તા પ્રસિદ્ધ થઇ ને પ્રશંસા થવા લાગી કે અહો આ વૈદ્ય જ્ઞાની છે. આથી તેને પૂર્વની પેઠે લોકો બહુ જ ધન આપવા લાગ્યા હવે તે ગામના નજીકભાગને વિષે આનંદપુર નામનું નગર હતું ત્યાં વીરચંદ નામનો રાજા હતો. તેના શુદ્ધ અંતઃ પુરને વિષે ઘણી રાણીયો છે, તેમાંથી એક રાણી રાજાને વલ્લભ નથી. તેથી તે સમગ્ર કલાવાળા માણસોને રાજાને વશ કરવાનો ઉપાય પુછે છે, પરંતુ કોઈથી પણ તેનું કામ સિદ્ધ થતું નથી. એકદા કપુરી નામની દાસી કાર્ય પસંગે તે ગામમાં ગઈ અને તે વૈદ્ય બ્રાહ્મણનો યશ સાંભળ્યો કે આ સર્વજ્ઞ છે તેથી તેને ઘેર જઇ બહુ નિમંત્રણા કરી મહામહેનતે પોતાને ગામ આવ્યો, અને રાજાને વશ કરવા માટે ઔષધ માગ્યું ત્યારે તેણે હરડેનું ચુર્ણ આપી કહ્યું કે આ ચૂર્ણ તારી સ્વામીનીને આપજે. તે ચૂર્ણરાણીએ ખાધુ વિરેચન (ઝાડા) થવા માંડયા. બહુ જ ઝાડા થવાથી પ્રાણ કંઠે આવ્યા અને પથારીમાં પડી તેથી દાસીએ જઇને રાજાને કહ્યું કે મહારોગથી અમુક રાજાની પુત્રી તમારી અનામિતી રાણી
૧૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org