________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાએ વિચાર કર્યો કે-અહો, અહો, આની સમૃદ્ધિ તો વાણીને અગોચર છે. આ ઇંદ્રની રિદ્ધિ સામે મારી રિદ્ધિ તો એક પરમાણુ રૂપ છે. માટે મેં ફોગટ ગર્વ કર્યો. સર્વથા પ્રકારે ઉત્કૃષ્ટ ભક્તિનો આ ઇંદ્રની જ છે, માટે મારે આ રાજય લક્ષ્મી વડે કરીને સર્યું. હું હાલમાં જ દીક્ષા ગ્રહણ કરું, કારણ કે જો હું હાલમાં દીક્ષા ગ્રહણ નહિ કરું તો હું સર્વથા પ્રકારે તમામ હારી ગયેલો જ છું, અને જો હુ હાલમાં વ્રત એંગીકાર કરું તો મેં ઇદ્રને પણ જીતેલો છે. એવો વિચાર કરીને તેજ ઠેકાણે રાજાએ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. અને તેવા પ્રકારના હયગયાદિ મહાન રાજાનો ત્યાગ કરીને પ્રભુના પાસે દીક્ષાને ગ્રહણ કરી. હવે એવી રીતે મુનિ પણ લીધેલ છે. મહાતમનીઇંદ્ર મહારાજ સ્તુતિ કરવા લાગ્યા કે - દશાર્ણ ભદ્ર સત્સાધો ! સંયમ લક્ષ્મી વડે કરી બિરાજમાન થઈ દુષ્કર એવી તમારી પ્રતિજ્ઞા તમોયે પૂર્ણ કરી છે હે ભગવન ! તમોએ જે વ્રત લીધું છે તે વ્રત લેવાની મારામાં તાકાત નથી એવી રીતે વારંવાર તેમની સ્તુતિ કરીને તથા તેમને વારંવાર નમી તેમજ ભગવાનને નમસ્કાર કરીને ઇંદ્રમહારાજ પોતાને સ્થાને ગયા.અને તપને તપતા દશાર્ણભદ્ર મુનિ મહાત્મા પણ કેવલજ્ઞાન પામ્યા. ત્યારબાદ ઇંદ્રમહારાજાએ આવીને ફરીથી વંદન કરીને કહ્યું કે હે ભગવન ! પ્રથમ પણ વ્રત અંગીકાર કરીને આપે મને જીત્યો હતો અને હાલમાં પણ કેવલજ્ઞાનપ્રાપ્ત કરી આપે મને જીતેલ છે. હું બન્ને વખત આપની પાસે હારેલો જ છું, માટે હે મુનિ મહાત્મા કોટિશઃ ધન્યવાદ સાથે હું આપને વંદન કરૂ છું. એ પ્રકારે વંદન કરી ઇંદ્ર સ્વર્ગે ગયા અને દશાર્ણભદ્ર કેવલી ભગવાન પણ સમગ્રકર્મને ક્ષણ કરી મોક્ષે સીધાવ્યા એ ઉપરોક્ત દષ્ટાન્ત દેખી ચાલુ વર્તમાન કાળમાં શુષ્ક મિથ્યાભિમાનીએ પોતે પોતાના મિથ્યાભિમાનીપણાથી
30૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org