________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઇચ્છા માફક ફર્યા કરે છે. તે નગરમાં ધનશ્રેષ્ઠી રહે છે. તેની સ્ત્રી સગર્ભા થઈ તેને મોરનું માંસ ખાવાનો દોહલો ઉત્પન્ન થવાથી તે મોરને મારીને એકાંત માં તેનું ભક્ષણ કર્યું. ભોજન સમયે રાજાએ બહુ તપાસ કર્યા છતાં પણ મોરન મળવાથી પડહ વગડાવ્યો તેથી જ સાત દિવસે હું તેનો પત્તો મેળવીશ.” એમ કહીનાપિતની સ્ત્રીએ પડહને સ્પર્શ કર્યો. તે નગરમાં ફરતી ફરતી ધન શ્રેષ્ઠીને ઘરે ગઇ. કપટ કરીને તેને પૂછે છે હે પુત્રિ ? તું સગર્ભા છે, તેથી તને શું દોહલો ઉત્પન્ન થયો છે? તેણીએ પણ દોહલાની ઉત્પત્તિ અને મોરનું માંસ ખાધું તે સર્વ કહી દીધું. ત્યારબાદ નાપિતની સ્ત્રીએ રાજા પાસે કહેવાથી રાજાએ કહ્યું કે શ્રેષ્ઠીની સ્ત્રી આવું કૃત્ય કરે નહિ, માટે તે વાત હું માનતો નથી.આજે પોતે સાંભલું તો તે વાત હું સાચી માનું નાપિતની સ્ત્રી તેને સાથે લઈને ગઈ અને રાજાને ભીંત પાછળ રાખી, નાપિતની સ્ત્રીએ કહ્યું કે હે સખિ ! તે મોરને કેવી રીતે માર્યો ? તેથી તે બોલી કે સોનાની ઘંટડી (સાંકળ) ઉતારી પછી તેને મારી તેનું માંસ ભક્ષણ કર્યું. અને તેના પિંછા, હાડકા, ચાંચ વિગેરેને ભૂમિમાં દાયા. આવી રીતે શ્રેષ્ઠીની સ્ત્રી બોલી એટલે નાપિતની સ્ત્રીએ રાજાને ઉદ્દેશીને કહ્યું કે સાંભળ રે ભીંત ! એવું સાંભળી ચકિત થયેલી શ્રેષ્ઠિની સ્ત્રીએ ચિંતવ્યું કે અહો ! કોઈના જોડે સંકેત કરે છે, તેમ જાણી પોતાનો દોષ ઢાંકવા બુદ્ધિ ઉત્પન્ન થવાથી સ્ત્રી બોલી કે પછી હું જાગી ગઈ. તે સાંભળી નાપિતની સ્ત્રી બોલી કે ત્યારે શું આવું સ્વમું તને આવ્યું ? શેઠાણીએ કહ્યું કે હે માત ! આવું અકૃત્ય અને શું કોઈ દિવસ કરીએ કે ? એવી રીતે પોતાનો દોષ તેણીએ ઢાંકવાથી રાજાએ ઘેર જઇ નાપિતની સ્ત્રીના નાક-કાન કાપી, વિડંબના કરી પોતાના નગરમાંથી બહાર કાઢી મૂકી.
૨૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org