SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પરિણામ રહિત હોય છે, માયા કપટકરનાર નિરંતર આર્તધ્યાન કરતા હોય છે, માયા કપટ કરનારા જીવો સંસારમાં રઝળેલા છે, નેરઝળે O( માયા ઉપર દ્રષ્ટાન્ત ) એક ઠગારો માણસ ઠગવાને માટે બીજા ઠગ પાસે ગયો. તે ઠગે તે આવનારા ઠગનું સારું આદરમાન કર્યું. પછી ઘરમાં જઈ પોતાની સ્ત્રીને કહ્યું કે “આ ઠગારો આપણે ઘરે આપણને ઠગવા માટે આવેલ છે, તો આપણે તેને શિક્ષા કરવી જ જોઇએ માટે જ્યારે તને હું કહું કે તું તેને માટે ખાવાનું કર ત્યારે તું ના પાડજે એટલે હું તને માર ખાલી મારીશ તે મારથી ભોંય ઉપર પડી જવું તારે મૂછ પામ્યાનો ઢોંગ કરવો.” આવી રીતે શીખવીને બહાર આવ્યો અને એક લાકડાનું મૂળીયું લઈ લુગડામાં વીંટી ખીટી ઉપર લટકાવી મૂકયું, ત્યાર પછી ઠગે પોતાની સ્ત્રીને કહ્યું કે મહેમાનો માટે ભોજન બનાવ સ્ત્રીયે ના પાડી તેથી તેને મારવાથી નીચે ભોંય. પર પડી.બીજો ઠગ હજી કાંઇ વિચાર કરે છે એટલામાં ઘરધણીએ કહ્યું કે ખીંટી ઉપરથી મૂળિકા લાવી તેના નાકે ધરો એટલે જીવતી થશે.ઠગેતેમ કરવાથી સ્ત્રી ઉઠીને કામે વળગી આતમાસો દેખી ઠગવા આવેલ ઠગવિચાર કર્યા કે ખરેખર આ કામ ઘણા પૈસા કમાવવાનું છે તેથી તે મૂળીયું લેવા ધાર્યું પણ લાગ ફાવ્યો નહિ. છેવટે નગદરૂપિયા આપી તે મૂળીયું ઘરે લઈ ગયો. પોતાની બાયડીને બહુ જ મારવાથી તેણી મૂછ ખાઈ પડી મરી ગઈ, મૂળીયું તેના નાકે ઘણું ધર્યું તેમજ પાયું પણ ગઈ તે ગઈ.તે ઠગ રૂપિયા ને બાયડી આ બે વસ્તુ બીજાને ઠગવા જતાં પોતે ગુમાવી બેઠો અને દુઃખી થયો. ભાગ-૧ ફર્મ-૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy