SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સુવર્ણ પુરૂષ ત્યાંજ રહ્યો માટે અર્થ અનર્થ કરનાર કહેલ છે. વળી પણ લોભથી સાગર શ્રેષ્ઠી દુર્ગતિમાં ગયેલ છે. (અતિ લોભ વિષયે વાસુદેવ બ્રાહ્મણની ક્યા TO અચલપુરે વસનારો વાસુદેવ નામનો બ્રાહ્મણ દારિદ્રયથી પરાભવ પામી અર્ધરાત્રિાયે ઘરથી નાળિયેર કેળ અને દાડમ આદિલોનું ભક્ષણકરીને એક સરોવરમાં જઈને શીતલ પાણીનું પાન કરીને તે સરોવરની પાળે રહેલ એક વૃક્ષ નીચે સૂતો તે બ્રાહ્મણ સૂઈ ગયા પછી સમગ્ર વસ્ત્રાલંકાર આભૂષણોથી સુશોભિત રૂપ સૌભાગ્યની નિધાન યૌવનાવસ્થા વાળી એક ગજગામિની સ્ત્રીય આવી કમલના સમાન કોમળ પોતાના બેહાથથી તેના પગને દાબીને તે બ્રાહ્મણને ઉઠાડયો ત્યારબાદ જાગૃત થયેલા તેણે આવા પ્રકારની સ્ત્રીને દેખીને “આતો સ્વમ જ છે' એમ માનીને રહેલા તેને સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ઉઠ, તે પણ ઉઠીને સ્ત્રીની પાછળ ચાલ્યો અને સાક્ષાત વિમાનના જેવા એક એક સાત ભૂમિના મહેલમાંયે પેઠા અને સારા તથા નવા પલંગ ને વિષે બેઠો ત્યારબાદ સારા પ્રકારે સ્નાન માન ખાનપાન આસન વડે તેની ભક્તિ કરી આદરથી તેને કહ્યું કે હે સ્વામિન્ ઇંદ્ર મહારાજની સ્ત્રીને પણદાસી બનાવનારી એવી હું તારી દાસી સ્ત્રી છું, મનોહર આ મહેલ છે ઉત્તમ વસ્ત્રાલંકાર આભૂષણ રૂપ આ સામગ્રી છે આથી વિશેષ તારે શું જોઈએ છે ? એટલે તે બોલ્યો દેવ વિલાસના સમાન સર્વ વસ્તુ મે મેળવી છે હવે મારે બીજું કાંઈપણ જોઇતું નથીતેણીએ કહ્યું કે હે દેવ હું ક્યાય જાઉ ત્યારે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર બારણાથી નીકળીને તારે ઉદ્યાનને વિષે ક્રિીડા કરવી પરંતુ દક્ષિણ દિશાના બારણેથી નીકળીને દિશા તરફ જવું નહિ એમ કહી તેના સાથે ભોગ ભોગવવા લાગી. અન્યદા તે સ્ત્રી M૩૧૯) ૩૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy