________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
ક્યાંક ગયા પછી દક્ષિણ દ્વારથી નીકળીને ગયો એટલે સો સ્ત્રીયોએ ચૌદ ભૂમિના પ્રાસાદ ઉપર તેને લઇજઈ વિશેષ પ્રકારે સેવા કરી કહ્યું કે દક્ષિણ દિશામાં ન જઇશ. અન્યદા સોએ સ્ત્રીયો કયાઈ ગયા પછી પૂર્વના પેઠે લોભી થઇનેજ દક્ષિણ દ્વારથી નીકલ્યો અને સાતસો સ્ત્રીયોને મેળવી તેઓ એકવીશ ભૂમિના પ્રાસાદને વિષે લઈ જઈ તમામ પ્રકારે બહુ સેવા કરીને કહ્યું કે દક્ષિણ દિશાનાદ્વારે જઇશ નહિ છતાં પણ અત્યંત લોભને વિષે મગ્ન થયેલો તે દક્ષિણ દિશાના દ્વારથી નીકલીને ચાલવા માંડયો તુરત તેના ઉપર હજાર ભારનું લોઢાનું ચક્ર આકાશથી પડવાથી પીડા પામી મરી નરકે ગયો માટે અત્યંત લોભ કરવો કોઈપણ પ્રકારે ઉચિત નથી.
અનર્થનું ભોજન લોભO મંડપાએલ દુર્ગ નજીક બ્રહ્મપુરીમાં “ઉદ્ધવ” નામનો બ્રાહ્મણ વસતો હતો.તે અત્યંત કૃપણ હતો. મણિમોતી ધન, ધાન્યાદિ અતિ વૈભવ છતાં પણ ખરાબ અન્ન ખાય છે,જાડું વસ્ત્ર પહેરે છે, ભાંગેલા ખાટલે સૂવે છે, ભિક્ષુકોને એક દાણો પણ આપતો નથી, યાચકોને દાન આપતો નથી,એવી રીતે દિવસોને વ્યતીત કરે છે. અન્યદા શીત ઋતુમાં મંડપાચલ દુર્ગ વાસ્તવ્ય બંધુ શાલિભદ્રના બિરુદને ધારણ કરનાર, ભોગપુરંદર જાદવના ધરના વિષે વ્યાજથી વધેલા દ્રવ્યને લેવા માટે તે બ્રાહ્મણ ગયો, અને પોતાની નગરીની અતિ દૂર છે એમ જાણીને રાત્રિ ત્યાં રહ્યો. તે અવસરમણિ વડે સુશોભિત જેનું કુટિમતલ છે, તથા મોટા મોટા મણિયો અને મુક્તા ફળોની માળાઓનો સમૂહ જેને વિષે રહેલ છે તથા ઉપર બહાર ભાગને વિષે ઉત્તમ ચંદરવો બાંધેલ છે, તથા સુગંધના લોભી ભમરાઓ જેને વિષે ઝંકાર શબ્દને કરી રહેલા છે એવા મનોહર પુષ્પના ઢગલા છે જેને વિષે તથા
૩૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org