________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાધવાને માટે, નીચે અગ્નિનોકુંડ પ્રદીપ્ત કરી, ઉપર રહેલા વૃક્ષની શાખાને વિષે શીંકુ કરી, તેના ઉપર બેસી વિદ્યા સાધવા બેઠો વિચાર કરે છે કે વિદ્યા સિદ્ધ થાય અગર ન થાય, તે કોણ જાણે પણ શીકાનો દોર કાપવાથી જો હું અગ્નિના કુંડને વિષે પડીશ તો જરૂર મરણ પામીશ, આવી ચિંતવન કરવાથી નિઃસત્વ થઇને તે રહ્યો એવામાં કોઈ ધન નામનો ચોર ત્યાં આવ્યો. તેણે રાજાના ભંડારમાંથી રત્નોના આભુષણનો કંડીયો ચોરેલ હતો. તે ચોરી કરીને જેવો નિકળે છેતેવો કોટવાળે તેને દેખવાથી તેની પૂંઠપકડી, તેથી તે ચોરની શક્તિ કયાંઇ પણ ગમન કરવાની ન રહી, પણ શીંકા ઉપર વાણિયોને બેઠેલો દેખી ચોર તેની પાસે ગયો, ને વાણિયોને પુછયું કે હે સાહસિક ? તું શું કરે છે ? વાણિયાએ કહ્યું કે હું આકાશગામિની વિદ્યા સાધું છું. પણ મારા મનમાં સ્થિરતા રહેતી નથી, તેથી વિચારકરતો રહ્યો છું.ચોરે નિશ્ચયએમ વિચારીને વાણિયાને ચોરે કહ્યું કે તે વિદ્યામને દે અને આ રત્નનો કરંડીયો તું લે, વાણિયાએ હર્ષ પામી ધનનો કરંડીયો લીધો ને વિદ્યા દીધી વાણિયો લેવામાં ચોરના સત્વની પરીક્ષા કરવા ઉભો છે તેવામાં ચોર વિદ્યા સાધવા શીંકા ઉપર ચડયો ને એક જ વાર વિદ્યાભણીને શીંકાના એક સોને આઠ દોર સમકાળે છેદી નાખ્યો કે તતક્ષણ ચોર આકાશમાં ઉડયો, એવામાં મારો મારો' કરતો કોટવાળ આવ્યો અને રત્નના કરંડીયા સહિત વાણિયાને પકડ્યો, રાજાએ વધ કરવાનો આદેશ કરવાથી શૂળીયે ચડાવવા લઈ ગયા, તેથી ધન નામના ચોરે ચિંતવના કરી કે મારા વિદ્યા ગુરુની આદુર્દશા થાય છે, એમ વિચાર કરી આકાશમાં આવી, મોટી પથ્થરની શીલા નગર ઉપર વિકુર્તી, તેથી તમામ નગરના લોકો ભયભ્રાંત થયા, ને યજ્ઞાદિક વિધિને કરવા લાગ્યારાજા પણ પોતાના અંતપુર વિગેરેની રક્ષા કરવા
૨૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org