SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આવ્યો તેથી તેની સ્ત્રીએ જાણ્યું અહો ! આ તો મારા સુખ સંભોગને વિષેવિગ્ન કરવા પાછો આવ્યો. એવી ચિંતવના કરી કુલટાને ફરીથી કહ્યું કે હે નાથ ! તે શું સ્ત્રી ચરિત્રને જાણ્યું છે ? તેણે કહ્યું કે '. ત્યારે તે બોલી કે જીવ વિના શરીર તથા નેત્રા વિના મુખ જેમ નકામું છે, એમ કહી ફરીથી તેણે કાઢેલા નિરણ મૂર્ખ સ્ત્રી ચરિત્રને જાણવા માટે ભટકતો મહેશ્વરપુરે ગયો. ત્યાં પાણી લેવા ન કરતી હરિણી નામની બ્રાહ્મણીને પૂછયું કે શું અહીં કોઈ સ્ત્રી પર અને ભણાવે છે ? તેથી તેણીયે જાણ્યું કે આને કોઈ સ્ત્રીએ ઉડાવેલ છે. એવું જાણીને બોલી કે હું ભણાવીશ. એમ કહીને તે પોતાને ઘરે લઇ ગઈ, અને પોતાના સ્વામીને કહ્યું કે મારો ભાઈ આવેલ છે. એમ કહી નવરાવી ધોવરાવી સારી રીતે ભોજન કરાવ્યું. ત્યારબાદ ઘરને વિષે સુતેલાને તેણીએ ભોગને માટે પ્રાર્થના કરવાથી તે બોલ્યો કે તું મારી બહેન છે, આવી રીતે નિષેધ કરવાથી તેણીએ બારણું બંધ કરી પોકાર પાડયો કે દોડો રેદોડો. કંઠે લાગ્યો. એમ વારંવાર કહેવાથી તેનો પરિવાર તમામ બારણા પાસે આવ્યો. તેથી તેણે કહ્યું કે હે સુંદરી ! તારું વચન હું માનીશ. પરંતુ તું મને આ સંકટથી છુટો કર આવી રીતે કહેવાથીતેણીએ એકએઠું ભોજન પોતાના ભાઈના પાસે મૂકીને બારણું ઉઘાડી સ્વજન વર્ગને કહ્યું કે મારો ભાઈ ભોજન કરતો હતોપણ વમન થવાથી તેના મોઢામાંથી કોળીયો નીકળી ગયો. તેથી મેંદોડો દોડો કંઠે લાગ્યો, કંઠે લાગ્યો. એવા પોકાર પાડેલો છે. આવી રીતે કહેવાથી તમામ ગયા. પછી તેણીએ કહ્યું કે કેમ સ્ત્રી ચરિત્ર જાણ્યું કે ? હજી સુધી પણતું સ્ત્રી ચરિત્રનો માહીતગાર નથી થયો એમ કહી ફરીથી કહ્યું કે તારી રાંડ કુલટા છે તેથી તને ભમાવે છે એમ કહીને તેને વિસર્જન કર્યો, તે પણ ઘરે M૨૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy