________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વૃક્ષો નદીના મોજાથી પ્રથમ નવપલ્લવિત થાય છે, પરંતુકોઈક અવસરે પાણીના પુરથી નદી ગાંડી થાય છે ત્યારે મૂળથી જ તે વૃક્ષોને ઉપાડીને લઈ જાય છે, માટે સ્ત્રીનો વિશ્વાસ કરવા લાયક નથી. એવી રીતે રાજાના યુક્તિયુક્ત સત્ય વચનો સાંભલી ત્રિવિક્રમ ભટ્ટ સ્ત્રી થકી સદાને માટે વિરક્ત થયો,કારણ કે અંતરથી કઠીન કુટિલ સ્ત્રીનો વિશ્વાસ ઈહલોકે મારી, પરલોકે દુર્ગતિમાં પહોંચાડે છે.
(શ્રી ચરિએ હરિણી બ્રાહ્મણીની ક્યા) નારદપુરને વિષે ઉદ્ધાબાહુ નામનો બ્રાહ્મણ હતો, તેને સ્વચ્છંદી સ્ત્રીયોને વિષે શિરોમણી ભરણી નામની સ્ત્રી હતી . તે બ્રાહ્મણ વ્યાકરણ તર્કશાસ્ત્રનો જાણકાર છતાં પણ લોક વ્યવહારની માહિતી વિના “પઠિત મૂર્ખ એવી છાપ લોકોને વિષે પામ્યો કારણ કે કહ્યું છે કે -
काव्यं करोति परिजल्पति संस्कृतं वा । सर्वाः कलाः समधिगच्छति उच्यमाना : ॥ लोकस्थितिं यदि न वेत्ति जगत् प्रसिद्धां । सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती ॥१॥
ભાવાર્થ : કાવ્યને કરે તથા સંસ્કૃત બોલે તથા સમગ્ર કળાને વાંચવાની સાથે જ શીખી લે, પરંતુ જગ પ્રસિદ્ધ એવી લોક વ્યવહારની પરિસ્થિતિ ન જાણે તો તે સર્વ મૂર્ખના સમૂહનો ચક્રવર્તી કહેવાય છે.
એકદા તેની સ્ત્રીએ વિચાર કર્યો કે ઘરને વિષે કોઈ ન હોય તો સ્વેચ્છાચારીથી મારું ધાર્યું થાય. એવી વિચારણા કરી તેણે પોતાના સ્વામિને કહ્યું કે હે નાથ ! તને લોકો હસે છે કે આ મૂર્ખ છે. સ્ત્રીએ આવી રીતે કહેવાથી તેકાશીને વિષે ગયો અને ઘણું ભણીને ઘરે
૨૫9
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org