________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
મૂર્તિને ઠપકો લાગતાં વાર થતી નથી માટે આશાતના ટાળવા માટે અને સુકૃત કર્મ ઉપાર્જન કરવા માટે ઘણી જ કાળજી અને શાંતિપૂર્વક પરમાત્માના આભૂષણો ઉતારવા, મોરપિંછી ફેરવવી તથા વાળા કુંચી કરવી, સ્નાત્ર કરાવવું, એટલું જ નહિ પરંતુ અંગલુંછણાં કરતી વેળાએ પણ કોમળ હાથથી અંગલુંયણાં કરી જેઓને શાંતિ રાખી શાંતતાથી ઉપરોક્ત કર્તવ્યો કરવા જોઇએ અને તેમ કરવાથી જ જૈનો પૂરણ પુન્યના ભાગીદાર બને છે.
(“પૂના રવીમાં ધમાધમ') ત્યારબાદ કેશરની વાટકી ભરી ઉતાવળથી પૂજા કરવા ઉજમાળ થાય છે. જેમ ભૂખ્યા માણસને ખાવાને માટે ભોજન આપેલું હોય છે તે ટપોટપ ભોજનના કોળીઆ ગળે ઉતારવા મંડી જાય છે અને ગટોગટ ગળી જાય છે તેમઉતાવળી માણસો પણ એક આંગળી વાટકીમાં અને બીજી પરમાત્માના અંગ ઉપર આવી રીતે સટાસટ લોચા વાળવા મંડી જજાય છે. પરંતુ પરમાત્માને આંગળીઓના ઘોદા પોતે મારે છે તથા પોતાના નખનો સ્પર્શ થાય છે અને આશાતનાનો પાર રહેતો નથી તેની કાંઈ પણ સૂઝ જૈનોને પડતી નથી માટે વિશેષતાથી શાંતિ રાખી મર્યાદા અને વિવેકસહિત પરમાત્માની પૂજા કરવી તેજ મહાનુભાવનો મહાન ધર્મ છે.
વળી કેટલાક મનુષ્યો મુખકોશ પણ બરાબર બાંધતા નથી તેમજ કેટલાયક તો ઉત્તરાસંગથી મુખકોશ બાંધી પૂજા કરે છે તેમ કરવાથી પણ શ્વાસોશ્વાસાદિકનો રોધ બરોબર થતો નથી વળી કેટલાક તો બુકાની બાંધે છે તેમાં કેવલ દાઢીતો બંધ થાય છે અને નાસિકા તથા મુખ તો સર્વથા ખુલ્લાં રાખે છે ને એવી જ રીતે પૂજા કરી લાભને બદલે મહમલીન કર્મ બાંધે છે માટેદરેક ધર્મિષ્ઠ ભાઈઓએ મુખકોશ અને
M૪૫
%
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org