________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાંભળીને સભા રંજન થઈ.
ત્યાર પછી નગર લોકસહીત રાજા ગુરૂને પુછે છે કે ભગવંત આ સુરેન્દ્રદત્ત કુમારે પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું કે આ ભવમાં જે પુણ્યોદયથી મહાન સૌભાગ્યવાળો થયો ગુરૂ કહે છે કે પંચાંગ પ્રણામથી આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે પારિભદ્ર ગામમાં આ સિંહ નામનો વ્યાપારી હતો તે જે કાર્ય કરે તે પાપના ઉદયથી નિષ્ફળ નિવડે તેથી ખેદ પામીને દેશાંતર ગયો પણ જયાં જાય ત્યાં દારીદ્રય તેની સાથેને સાથે જાય જે માટે કહે છે કે
यथा
रे दालिद्दविअक्खणा, वत्ता एक सुणिज्ज । अम्म देसांत्तर चलिया, तुं घरसार करिज्ज ॥१॥
ભાવાર્થ – રે વિચક્ષણદારીદ્રય તું એક મારી વાત સાંભળ અમે દેશાંતર પ્રત્યે જઇએ છીએ માટે તું ઇહાં રહીને ઘરની સારવાર કરજે
આવું કહેવાથી દારીદ્રય બોલ્યું કે : – पडिवन्नउ गुरुआतणुओ, पडिवन्नह निव्वाण । तुम देसांतर चल्लिआं, अम्म पुण अग्गेवाण ॥१॥
ભાવાર્થ :– મોટા માણસો જેને પ્રથમથી પકડે છે તેને મરણ પર્યંત મુકતા નથી અર્થાત્ મેં તમને જન્મથી પ્રથમથી જ પકડેલ છે, માટે મારે મરણ સુધી તમને છોડવા જોઈએ નહિ, તમે જો દેશાંતર ચાલો છો તો અમો પણ તમારા આગેવાન થઈને આગળ જ ચાલશું. खल्वाटो दिवसेश्वरस्य किरणैः संतापितो मस्तके, वांच्छन् देशमनातपं विधिवशात् बिल्वस्य मूलंगतः । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरेः, प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रेव यांत्यापदः ॥१॥
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org