________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
ભાવાર્થ –જેને માથાને વિષે ટાલ પડી ગઈ છે તેવો કોઈ એક વિધુર માણસ રસ્તામાં ચાલ્યો જાય છે, તે વખતે સુર્યના તીક્ષ્ણ કીરણો વડે કરી મસ્તકમાં પીડા પામેલો તે જ્યાં છાયા હોય છે તે ભાગ પ્રત્યે જવાની વાંચ્છા રાખતો વિધિવશથી બીલીના વૃક્ષ નીચે ગયો. ત્યાં પણ અભાગ્યના યોગે બીલીના વૃક્ષનું ફળ તેના મસ્તક ઉપર પડવાથી શબ્દને કરતું મસ્તક ભાગી ગયું જેને માટે નીતિશાસ્ત્ર કહે છે કે નિર્ભાગ્ય માણસ જ્યાં જાય ત્યાં પ્રાયઃ કરીને આપત્તિને જ પામે છે.
હવે નિર્વેદ પામી લક્ષ્મીનું મૂળ જાણીને તે સિંહ રોહણાચળ પર્વત ઉપર ગયો અને ત્યાં રાત્રી દિવસ નહિ ગણતો ખાણને ખોદવા લાગ્યો, અને જેટલા રત્નો નીકળ્યા તેને જીર્ણ વસ્ત્રને છેડે બાંધી ત્યાંથી પાછો ફર્યો. રસ્તાને વિષે થાકી જવાથી વગડાના ફળોને ખાઈને એક વૃક્ષ નીચે સૂઈ ગયો તેટલામાં વાંદરાનું ટોળું આવ્યું, તેમાંથી એકે રત્નની પોટલી લઈ લીધી. એટલામાં સિંહે જાગીને અરે વાંદરા, કયાં જાય છે મુકી દે, મુકી દે, મરી ગયો તું એમ કહી લાકડી લઈ તેની પાછળ દોડયો. વાંદરો પણ એક વૃક્ષથી બીજા વૃક્ષે બીજેથી ત્રીજે એમ પરંપરાએ જતો અદ્રશ્ય થઈ ગયો તેથી હા દેવ તે મને દારૂણ દુ:ખ દઈ હણી નાખેલ છે, કારણ કે વિધિ હૃદયમાં જે વિલાસ પામતો માણસ હોય તેમાં વિધિને કોઈ જુદા જ રૂપમાં મુકી દે છે એવી રીતે ચિંતા કરે છે, તેવામાં એકયોગી મળ્યો, તે કહે છે કે ચિંતાતુર કેમ છો ? તેને પોતાનો વૃત્તાંત કહ્યો, તેથી યોગીએ કહ્યું કે-મારી પાસે બહુ દ્રવ્યને આપવાવાળી રસસિદ્ધિ છે, માટે તું આવ તને તે હું આપું. તે યોગીના જોડે સિદ્ધિ વાળા કુવા પાસે ગયો ત્યાં માંચીને દોરડા બાંધી એક રસ ભરવાની તુંબડી આપી કુવામાં ઊતાર્યો તુંબડી ભરી જેવો સિંહ ઉપર આવે છે તેવામાં યોગીએ તે માગ્યું અને કહ્યું કે લાવ પણ હું આપીશ તો દોરડું કાપી નાંખશે તે ભયથી આપ્યું
૧૯
ભાગ-૧ ફર્મા-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org