________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ચંપકમાળાદેવીના ચરણકમળને નમસ્કાર કરીને બોલી “હે દેવિ ! સમ્યકત્વને વિષે નિશ્ચલ ચિત્તવાળી એવી તારૂં શીયળ જયવંતુ વર્તે છે. આજથી તારા પ્રસાદથી મને પણ દેવગુરૂ મરણ પર્યત હો.' એ પ્રકારે સમ્યકત્વને પામીને ચંપકમાળાનું કલંક દૂર કરવા માટે પરિવ્રાજિકાએ પોતાનું દુષ્ટકર્મ લોકોની પાસે પ્રગટ કર્યું કે “સતીયોને વિષે શિરોમણિ એવી આ પવિત્ર ચંપકમાળાને માથે કલંક નાખવા વિદ્યાના બલથી તેદેવીની સાથે રમતો પરપરૂપ મેં રાજાને બતાવ્યો છે, તથા વિદ્યાના જ બળથી આખા ગામમાં વાર્તા પણ જૂઠી મેં જ ફેલાવી છે.” હવે રાજા તેને પૂછવા લાગ્યો કે તેમ કરવાનો તારો હેતુ શું હતો ? ત્યારે તે બોલી કે –“બહુ કૂડકપટ અને દુષ્ટકૃત્યની કોટડી સમાન એવી મારે વળી બીજો હેતુ શું હોય ?' રાજાએ ફરી પુછ્યું કે જેમ તે તારૂ દુષ્ટકૃત્ય સત્યતાથી મારી પાસે કહ્યું તેવી જ રીતે તું આનું કારણ પણ કહે ત્યારે પરિવ્રાજિકા બોલી કે હે નરવર ! તું મને મારીશ તે દુઃખ મારા પાપકર્મની સરખામણીમાં કશી ગણત્રીમાં નથી, હજી તો મારે નરકાદિકને વિષે બહુ જ દુઃખ સહન કરવાનું છે. એવા પ્રકારના પરિવ્રાજિકાનાં વચન સાંભળી રાજાએ ક્રોધ કરી કહ્યું કે “રે રે આને તપેલા તેલ વડે કરીને જલ્દી સિંચો કે જેથી કરીને તેણી પોતાની દુષ્ટતા તજીને જલ્દી સત્ય હકીકત કહી દે જેટલામાં રાજાના તે પ્રકારના આદેશનો અમલ કરવા માટે રાજાના સેવકો ઉઠયા તેટલામાં ચંપકમાળા સંભ્રમથી ઉઠીને નરનાથને કહેવા લાગી કે હે સ્વામિન્ ! હું તેને જયાં સુધીમાં કાંઈ પણ કહું ત્યાં સુધીમાં આ લોકોને નિવારણ કરો કે કાંઈ વિપરીત કરે નહિ? રાજાએ તેમ કર્યાથી ચંપકમાળા બોલી “વિવેકરૂપી રત્નોની ઉત્પત્તિના સ્થાન રોહણાચલ પર્વત સમાન તથા કરૂણારૂપી રસના સરોવર સમાન તમારા જેવાને સ્વામિન્ ! આ પરિવ્રાજિકા ઉપર આવું કરવું શું યુકત છે ? આ પરિવ્રાજિકા પોતાના પ્રેમનો ત્યાગ કરીને પણ પરના પ્રાણને બચાવવા
૧૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org