________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિધિને જાણીને એકદા વસ્ત્રાલંકારને ધારણ કરી મંત્રી ત્યાં ગયો, અને બારણા ઉઘાડવા સંજ્ઞા કરવાથી તે સ્ત્રીએ બારણાં ઉઘાડવાથી મંત્રી અંદર ગયો તે સ્ત્રીને કહ્યું કે હેભદ્ર ! તું કોણ છે ? અગર આ યોગીએ કયાંથી અને કેવા પ્રકારે તેને આણીને આ ગુફામાં રાખેલ છે ? તેથી એ બોલી કે હે સુભગ ? કયાંથી ? ક્યારે ? અને કેવા પ્રકારથી ? મને આણી છે તે હું જાણતી નથી. આ ગુફા તેજ જગત છે.એમ સમજુ છું અને આ નર છે અને હું નારી છું. આટલું જ સમજું છું પરંતુ આજે તમોને જોઈને બીજું સ્થાન, બીજા પુરૂષો છે તેમ મારા જાણવામાં આવેલ છે. આવી રીતે બોલી તે સ્ત્રી મંત્રીને મળી જવાથી બન્ને જણા સમયોચિત સુખ ભોગવવા લાગ્યા તેવામાં યોગીએ બારણા પાસે આવી બારણા ઉઘાડવાની સંજ્ઞા કરવાથી તેણીએ મંત્રીને કહ્યું કે તું સ્થિર થા એમ કહી તત્કાળ ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તે સ્ત્રીએ ફુકાર કરવા માંડ્યા, તેથી યોગીએ કહ્યું કે શું થયું છે, એટલે તે બોલી કે હે પ્રિય ! મારું પેટ બહુ જ દુઃખે છે, તેથી બોલવાની તથા બેસવા ઉઠવાની મારામાં બિલકુલ શક્તિ નથી. વળી આજે રાત્રિએ મને સ્વપ્રને વિષે દેવતાએ કહેલ છે કે હે પુત્રી ! આજે તારા ઉદરમાં મોટી પીડા ઉત્પન્ન થશે, તેથી તારો સ્વામી સાત પડ વાળા લુગડાનો પાટો આંખે બાંધી, હાથમાં વીણા લઇ, ગાતો બજાવતો ગુફામાં જયારે પ્રવેશ કરશે ત્યારે જ તારી પીડા શાન્ત થશે, માટે હે નાથ ! તું તેમ કર,કે જલ્દીથી હું સજ્જ થઇને બારણાં ઉઘાડું યોગીએ પણ તેમ કરવાથી મંત્રી સુખે કરી ઘરે ગયો અનેયોગી અંદર જઈ તેણીની સાથે સુખ ભોગવવા લાગ્યો અન્યદા વિવિધ પ્રકારના વર્ણવાળી ગોદડી વડે સુશોભિત થઇ, જટામુગુટને ધારણ કરી, સ્કંધને વિષે મૃગચર્મને ધારણ કરી વર્ણકુંડલનોને કાનને વિષે ધારણ કરી અને
M૨૫૩
૨૫3
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org