________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વીણાને હાથમાં ધારણ કરી, શરીરે ઘણી રાખ ચોળી, હાથમાં દંડ રાખીને પગમાં પાવડીઓ પહેરીને, “સતી રે સતી અમ ઘર સતી’ આવા વચનો ઠેકાણે ઠેકાણે બોલતો તે યોગી નીકલ્યો. તે વખતે તે મંત્રીએ બોલાવીને પુછયું કે તું શું બોલે છે એટલે યોગી બોલ્યો કે “સતી રે સતી અમ ઘર સતી તે સાંભળી તેનું અભિમાન દુર કરવા બોલ્યો કે “તુમ ઘર સતી અમ ઘર હતી” તે મંત્રીના વચન સાંભળીને ચમત્કાર પામેલો યોગી બોલ્યો કે : “અમે વસુ અરણ્યવને તીહાં તમે કી હો ? એટલે મંત્રી બોલ્યો કે આંખે પાટા કિન્નરગા તો ત્યારે અમે તીહાં આવી રીતે શ્રવણ કરવાથી મૂછ પામી યોગી ભૂમિ ઉપર પડયા. અને ચૈતન્ય પામ્યા પછી વિચારવા લાગ્યો કે અહો ! સ્ત્રીના ચરિત્રને ધિક્કાર થાઓ મેં બાલ્યાવસ્થાથી જ રક્ષણ કર્યા છતાં પણ જયારે આ કનીષ્ટ નીકળી ત્યારે બીજી સ્ત્રીઓનો તો વિશ્વાસ શું કરવો ? તેવો વિચાર કરી સ્ત્રીઓને વિષે વિશેષ પ્રકારે વૈરાગ્ય રંગિત થઇ, કષ્ટ અનુષ્ઠાન કરી યોગી સારી ગતિને વિષેગયો.
Of ત્રિવિક્રમ ભટ્ટપત્ની ક્યા
કોરંટપુર નગરને વિષે મકરધ્વજ રાજાને ત્રિવિક્રમ નામનો ભટ્ટ હતો. તેની સ્ત્રી મરણ પામવાથી એક રૂપ યૌવન શાલિની પ્રેમવતી નામની કોઈક ભટ્ટની કન્યાને પોતાને ઘરે આણી, અને અનુક્રમે તે ભટ્ટને વિષે અત્યંત રાગ વાસી થઈ. અરસપરસ બન્નેનો પ્રેમ બહ જ વૃદ્ધિ પામ્યો તેથી તે ભટ્ટ ભોજન,શયન વસ્ત્રાદિક સર્વને વિષે તેનો વિશ્વાસ કરવા લાગ્યો. એક દિવસ તે ભટ્ટ રાજાની સભા વિષે પોતાની સ્ત્રીની પ્રશંસા કરતો હતો. તેથી રાજાએ કહ્યું કે હે ત્રિવિક્રમ ! પોતે પરણીને લાવેલી સ્ત્રીનો પણ વિશ્વાસ કરવા લાયક નથી, તો આતો હું એમને એમ લાવેલી સ્ત્રીનો વિશ્વાસ કરે છે તે ન૨૫૪
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org