________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
જે ધર્મરૂપી કલ્પવૃક્ષનું જીવદયારૂપી બીજ છે.તથા સારા વ્રતરૂપી જેનો કંદ છે તથા લજજારૂપી દઢ સ્કંધ) થડ વડા તથા શ્રેષ્ઠ બુદ્ધિરૂપી જેની છાલ કહેલી છે. તથા દાન શીલ તપ ભાવ રૂપી જેની મુખ્ય ચાર શાખા રહેલી છે. તથા વિચાર આચાર વિનયાદિક સેંકડો પ્રતિ શાખાઓ રહેલી છે. ૨. જીવ અજવાદિ નવતત્વો જિનેશ્વર મહારાજની પૂજાદિક તથા બાર ભાવનાદિક વિવિધ પ્રકારનાં જે પત્રો રહેલા છે. ૩. તથા વિવેકાદિક ગુણના સમૂહ રૂપી જેના નવીન કુંપાલિયાનો સમુહ રહેલો છે, તથા ભૂતલને વિષે ધનધાન્ય, સુખની સમૃદ્ધિભૂત એવા સારાકુળને વિષે મનુષ્ય જન્મ તથા સ્વર્ગના સુખરૂપી જેનાં ઉત્તમોત્તમ પુષ્પો રહેલાં છે. તથા એ પુન્યરૂપી કલ્પવૃક્ષનું અક્ષય મોક્ષ રૂપી ફળ સદાજિનેશ્વર મહારાજના આગમને વિષે કહેલ છે. ૫. તથા ગૃહસ્થોનો મિત્ર, પુત્ર, કલત્ર, બાંધવ, સ્વજન, ધન, ધાન્ય વિગેરે જેની સારી શીતલતા રૂપી છાયા કહેલી છે. ૬. તથા જે ધર્મરૂપી કલ્પવૃક્ષ ચિત્તની શુદ્ધિરૂપી પાણીના સમૂહથી નિરંતર વૃદ્ધિ પામ્યા જ કરે છે. તથા જે ધર્મરૂપી કલ્પવૃક્ષ દીન અનાથ જીવોને નિરંતર આધાર ભૂત રહેલો છે, તથા જેની સાત ક્ષેત્રમાં પવિત્ર ભૂમિનો આધાર કરનારા અનેક જીવો એ ધર્મરૂપી કવૃક્ષના મનોહર ફળના આસ્વાદને કરે છે. ૮. તે કારણ માટે હે ભવ્ય લોકો ! તમે સમ્યક્ પ્રકારે સાંભલો અને દંભવર્જિત તમારા હૃદયને વિષે આ ધર્મરૂપી કલ્પવૃક્ષને ધારણ કરીને નિરંતર અતિ આદરથી તમો તેનું સેવન કરો કે તેમ કરવાથી તમો ચારગતિના છેદને કરી શીવ્રતાથી પંચમી ગતિ-મોક્ષના ભોક્તા થાઓ. ससारंमि अणंते, जीवा पावंति ताव दुक्खाइं । जाव न करंति धम्मं, जिणवर भणियं पयत्तेणं ॥१॥
ભાવાર્થ : આ જીવ જયાં સુધી જિનેશ્વર મહારાજે કથન કરેલ
૧૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org