________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધર્મનું આરાધન કરતો નથી ત્યાં સુધી સંસારને વિષે પરિભ્રમણ કરતો અનંત દુઃખોને પામે છે.
CT ધર્મશાકુનિક્કી ક્યા છે ઘનોર ગામની વિષે સુમતિ નામનો રાજા હતો તેને અત્યંત પ્રસાદ કરી માનવા લાયક ધર્મ નામનો અત્યંત વૃદ્ધ તેમજ નાના પ્રકારના શકુન શાસ્ત્રને જાણવાવાળો શાકુનીક હતો. એકદા પ્રસ્તાવ સુબુદ્ધિ મંત્રીએ રાજાને કહ્યું કે, હે દેવ ? આ શાકુનિક તમોએ આપેલ ઘણા ધન ગામાદિકને નિરંતર ખાય છે, તે કારણ માટે શકુન વિષયે આનું કળા કૌશલ્ય પણ જોવું જોઇએ જો આનું શાકુન વિજ્ઞાન આપણા મનમાં ચમત્કાર કરવા વાળુ લાગે , તો આને દાન આપવું સારું, અન્યથા આને દાન આપવા વડે કરીને ફોગટ શું ? આવી રીતે સાંભળીને એકદા રાજાએ મુઠીવાળીને તે ધર્મ નામના શાકુનિકને કહ્યું કે હે શાકુનિક શિરોમણી ! આ મારી મૂઠીમાં શું છે? તેથી તેણે રાજાને કહ્યું કે શકુન જોઈને કહીશ. એમ કહી પોતાની મુઠીવાળી રાજાને નમસ્કાર કરી સભાથી ઉઠીને બહાર ગયો, ત્યાં જઈ નિર્ણિતરાજમુષ્ટિસ્થિતિસ્વરૂપ જલ્દી સભામાં આવીને રાજાને કહેવા લાગ્યો કે હે રાજન્ ! હે દેવ ! તમારી મુઠીમાં મોતીયો છે, આવી રીતે કહેવાથી રાજાએ ફરીથી કહ્યું કે તે બધાં વિંધેલાં છે એ અવિંધેલા છે? તેથી પાછો બહાર જઈ આવીને રાજાને કહ્યું કે અવિંધેલા છે. તેવું સાંભળી ચમત્કાર પામેલા રાજાએ તેને કહ્યું કે આ સર્વ શાથી જાણ્યું. એટલે તેણે કહ્યું કે હે સ્વામિન્ ! સભાથી બહાર હું જયારે ગયો ત્યારે, પ્રથમ જ ઘરના ઉપરના ભાગમાં સ્ત્રીને સ્નાન કરેલી ઉઠતી મેં જોઈ. તે વખતે તે સ્ત્રીના કેશ થકી નીચે પડતા પાણિના બિંદુના શ્વેતકણિયા દેખી, મે જાણ્યું કે રાજાના હાથમાં મોતીયો છે, વળી તે મૃગલાના સમાન નેત્રવાળી સ્ત્રી પરણેલી નથી. પણ કુંવારી
૧૧૫
ભાગ-૧ ફર્મા-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org