________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થઈ, નિરંતર પંડિતોના પરિચયને વિષે તત્પર રહે છે, કારણ કે પંડિતોની વાર્તા જે તે પણ સકલ શાસ્ત્રના મૂળભૂત છે. માટે કહ્યું છે કે સંત લોકોનો સમાગમ કરવો જો કે તેઓ શાસ્ત્રનો બોધ કાંઈ પણ ન આપે તો પણ તેમની પોતાની અમસ્થી વાર્તા પણ શાસ્ત્ર યુક્ત હોય છે. નાનો સીમ જે છે તે પોતાના કુટુંબ પરિવારે વાર્યા છતાં પણ નીચનો સંગ છોડતો નથી, કારણ કે જે જેનો સ્વભાવ પડ્યો તે છોડવો મુશીબત છે. જે માટે કહ્યું છે કેजे जिण लग्या सहावडा, ते फटे मरणेण । सुणहा वांकी पूंछडी न कीधी केण ॥१॥
ભાવાર્થ : જે જેનો સ્વભાવ પડેલો હોય છે તે મરણ પામ્યાથી જ જાય છે, સિવાય જતો નથી અને બદલાતો નથી કારણ કે કૂતરાની પૂંછડી વાંકી છે, તેને કોઈપણ માણસ સીધી કરી શકતું નથી, તેમજ જે જેનો સ્વભાવ પડેલ છે તે મરણ પામ્ય જ જાય છે.
એકદા ઘણા મંત્ર-તંત્રના પ્રભાવવાળા તથા લોકોમાં ચમત્કાર દેખીને પ્રસિદ્ધિ મેળવેલા તથા બહુ જકપટ વડે ભરપુર ભરેલા એવા સુંદર નામના યોગીના જોડે સીમે મિત્રતા કરી એકદા પ્રસ્તાવે સર્પના સમાન કુટિલ ગતિ યુક્ત સ્વભાવવાળા એ જોગીએ, સુવર્ણ મણિ મોતીના આભૂષણથી સુશોભિત એવા સીમને કહ્યું કે હે વત્સ ! આ મુલિકાને ગ્રહણ કર, જે મૂલિકા દ્વારા પાસે રહેવાથી જે યુવાન સ્ત્રી તને દેખશે, તે લોહ ચુંબની પેઠે તને છોડશે નહિ આ મૂલિકા લેવાનો વિધિ નીચે પ્રકારે છે. આ મૂલિકા લેવાને વખતે પ્રથમ ગુરૂના સાથે તારે એક ભાજનમાં ભોજન કરવું. ત્યારબાદ ગ્રહણ કરવાથી આ કામ સિદ્ધ થશે. એવી રીતે કહીનેતે યોગી ગયો અને વદિ ચૌદશની રાત્રિએ તે ગ્રહણ કરવાથી આ કામ સિદ્ધ થશે. એવી રીતે કહીને
M૧૯૫)
ભાગ-૧ ફર્મા-૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org