________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ इहलोगंमि सुकित्ती, सुपुरिसमग्गो अदेसिओ होइ । अन्नेसि भव्वाणं, जिणभवणं उद्धरंतेण ॥३॥
ભાવાર્થ : – જે ભવ્ય પ્રાણિયોએ જિનમંદિરનો ઉદ્ધાર કર્યો છે, તેમણે ઇહલોકને વિષે શ્રેષ્ઠ કીર્તિ ઉપાર્જન કરી, અન્ય ભવ્ય પ્રાણિયોને પણ શ્રેષ્ઠ પુર્ષાતનના માર્ગનો ઉપદેશ કર્યો છે તેમ જાણવું, કારણ કે જીર્ણોદ્ધાર કરાવનાર મહાત્માને દેખી ઘણા ઉત્તમ જીવો જીર્ણોદ્ધાર કરાવવા તત્પર થાય છે ને મુક્તિના અલૌકિક સુખને મેળવે છે. કહ્યું છે
કે –
सिझंति केई तेणव, भवेण सिद्धतणं च पाविंति । इंदसमा केइ पुणो, सुरसुक्खं अणुभवेउणं
ભાવાર્થ – જીર્ણોદ્ધારને કરાવનાર કેટલાયક ઉત્તમ જીવો તેજ . ભવને વિષે મુક્તિમાં ગમન કરે છે, અને કેટલાક પૂણ્ય કર્મના બાંધવાથી ઈન્દ્રના સમાન ઋદ્ધિવાળા થઈ દેવતાઓના મનોહર સુખોને ભોગવી સિદ્ધિ પદને પામે છે. तं नाणं तं च विन्नाणं, तं फलासु अ कोसलं । सा बुद्धि पोरिसं तं च, देवकज्जेण जं वए
ભાવાર્થ –શાસ્ત્રકાર મહારાજા કહે છે કે અમો વિશેષ શું કહીએ, તેજ જ્ઞાન કહેવાય છે, તેજ વિજ્ઞાન કહેવાય છે, તેજ કલાને વિષે કૌશલ્યપણું કહેવાય છે, તેજ બુદ્ધિ કહેવાય છે, તેજ પુર્નાતન કહેવાય છે કે જે દેવ કાર્યને વિષે જોડવામાં આવે છે. नवीन जिनगेहस्य, विधाने यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते॥६॥
ભાવાર્થ – નવીન જિનમંદિર કરાવનારા ભાગ્યશાળી જીવોને જેટલું ફળ થાય છે, તે થકી અષ્ટગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવાથી થાય
ભાગ-૧ ફર્મા-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org