SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નવીન જૈનમંદિરનો ઉપદેશ છે, તે પ્રમાણે જીર્ણોદ્ધારનો પણ ઉપદેશ છે. અને જીર્ણોદ્ધાર ને વિષે પણ જ્ઞાની મહારાજે ભવ્ય જીવોને મહાન પુન્યકર્મ કથન કરેલ છે. CT નીuદ્ધાર ) जिणभवणाई जे उद्धरंति, भत्तिए सडिअपडिआइं । ते उद्धरंति अप्पं, भीमाओ भवसमुद्दाओ ભાવાર્થ : જે મહાનુભાવ જીવો જિનેશ્વર મહારાજની પ્રબળ ભક્તિને વિરક્ત થઈને શટિત પતિત વિધ્વંસ ભાવને પામેલા જિનેશ્વર મહારાજના ભવનોનો ઉદ્ધાર કરે છે, તે મહાત્મા ભયંકર ભવસમુદ્ર થકી પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. વળી પણ કહ્યું છે કે – अप्पा उद्धरिऔच्चिअ, उद्धरिओ तहय तेहि नियवंसो । अन्नेअ भव्वसत्ता, अणुमोअंताउ जिणभवणं રા ભાવાર્થ : જે ભાગ્યશાળી જીવોએ જીર્ણ જૈન મંદિરોનો ઉદ્ધાર કરેલો છે, તેમણે નિશ્ચય પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો છે, એટલું જ નહિ પણ પોતાના વંશનો પણ ઉદ્ધાર કરેલો છે, વળી જિનેશ્વર મહારાજના મંદિરના ઉદ્ધારની જે ભવ્ય પ્રાણિયોએ અનુમોદના કરેલ છે, તેમણે પણ પોતાના આત્મા તથા વંશનો ઉદ્ધાર કરેલ છે વળી પણ કહ્યું છે કે – खविअं नीआगोअं, उच्चागोअं च बंधिअं तेहिं । कुगइपहो निठुविओ, सुगइपहो अज्जिओ तहय ॥२॥ - ભાવાર્થ – વળી જિર્ણોદ્ધારને કરાવનાર પુન્યશાળી જીવોએ પોતાના નીચગોત્રનો નાશ કરેલ છે, તેમજ ઉચ્ચ ગોત્રને બાંધેલ છે, તથા કુગતિ માર્ગને હણી નાખેલ છે, તેમજ સુગતિના માર્ગને ઉપાર્જન કરેલ છે. વળી પણ કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy