________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
નવીન જૈનમવિર माणिक्य-हेमरत्नाद्यैः, प्रासादान् कारयंति ये । तेषां पुण्यैकमूर्तिनां, को वेद फलमुत्तमम् ॥१॥
ભાવાર્થ : જે મહાનુભાવો માણિક્ય, સુવર્ણ રત્નાદિક વડે કરી જિન પ્રાસાદોને કરાવે છે તે પુણ્યની તો એક જ મુર્તિના પિંડ સમાન ભાગ્યશાળી જીવોના ઉત્તમ ફળને કોણ જાણી શકનાર હતા ? काष्ठादीनां जिनावासे, यावन्तः परमाणव : । तावन्ति वर्ष लक्षाणि, तत्कर्ता स्वर्गभाग् भवेत् ॥२॥
ભાવાર્થ : જિનેશ્વર મહારાજના પ્રાસાદને વિષે કાષ્ટા-દિકોના જેટલા પરમાણુઓ રહેલા હોય છે, તેટલા લાખ વર્ષ સુધી જૈનપ્રાસાદ બાંધનાર સ્વર્ગનો ભોકતા થાય છે. साधूनामपि उपदेशकथनं युक्तम् उक्तम् राया अमच्च सिट्ठी कुडुंबिएवावि देसणं काउं । जिण्णे य जिणाययणे, जिणकप्पी वावि कारवइ ॥१॥
ભાવાર્થ : રાજા, અમાત્ય, શ્રેષ્ઠિ, કુટુંબિક વિગેરેને ધર્મદેશના આપી મુનિરાજ મહારાજે તે જીર્ણોદ્ધાર તેમજ નવીન જૈનપ્રાસાદ કરાવે અગર જીનકલ્પી પણ ઉપદેશ આપી કરાવે. વિવેચન : કેટલાક અત્યારે એમ બોલે છે કે સાધુઓને જિનમંદિર સંબંધી ઉપદેશ આપવો લાયક નથી. આવું બોલવું ભૂલ ભરેલું છે, કારણ કે કોઈપણ પ્રકારના ફળ વિના શાસ્ત્રકાર મહારાજા ઉપરોક્ત પ્રમાણે ફરમાન કરે નહિ, એમ જાણી કદાગ્રહી જીવોએ કદાગ્રહ છોડી વીતરાગના વચન ઉપર આસ્તા રાખી તે પ્રમાણે વર્તન કરવું તે જ હિતાવહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org