________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જ ન્યાયી હોવાથી તેની પ્રજા અત્યંત આનંદ કરતી હતી. તે નગરીમાં એકચોર રહેતો હતો. તે રોજ રાત્રિએ ખાતર પાડીને ચોરી કરતો હતો. એક દિવસએક ઘરની ભીંત તોડીને ખાતર પાડવા અંદર પેઠો. તે વખતે તે ઘરમાં સ્ત્રી ભર્તાર બને અરસપરસ લડતાં હતાં. બન્ને માંથી કોઈપણ કોઇના વચનને સાંખતાં ન હતાં. પુરુષે કહ્યું કે અરે ભૂંડી ! તું આ ઘરમાંથી ચાલી જાય તો મને સુખ થાય.
સ્ત્રીએ કહ્યું કે ભૂંડી તારી મા, મને તું ભૂંડી શેનો કહે છે ? પુરુષે કહ્યું કે જયારે તું બોલે છે ત્યારે બરાબર ડાકણ જેવી લાગે
સ્ત્રીએ કહ્યું ડાકણ શેની ? હજી તો તને ખાધો નથી. પુરુષ અરે શંખણી ? આવું તું શું બોલે છે.
સ્ત્રી-શંખણી તારી જણનારી. પુરુષ-અરે સાપણ ? સામી ગાળ કેમ દે છે ?
સ્ત્રી-તારાથી સાપ પણ સારા હોય છે. પુરુષ-બોલતી બંધ થા, નહિ તો માથામાં મુશળ મારીશ.
સ્ત્રી-તો હું પાટલે પાટલે તારું માથું ફોડી નાખીશ.
આવી રીતે બોલવાથી પુરુષને કાળ ચડ્યો અને તેણે સ્ત્રીને ચોટલા વડે પકડી, એટલે સ્ત્રીએ તેને હાથે બચકું ભર્યું તેથી હાથ છુટી ગયો, આ પ્રમાણે લડતા બંને થાકયા ત્યારે પુરુષ છેટે જઇને ભોંય ઉપર સૂઈ ગયો. હવે સ્ત્રી મોટાઘરની દીકરી હતી, પણ કદરૂપી હતી, તે ખાટલા ઉપર ચડીને સુઈ ગઈ, અને બંને નિદ્રામાં ઘોરવા લાગ્યા.
હવે આવો દેખાવ જોઈ ચોરે વિચાર કર્યો કે આ બંને બહુ જ દુઃખી છે, તેથી આના ઘરમાંથી કાંઇપણ લેવું મારે યોગ્ય નથી,
૩૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org