SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એમ વિચારી ત્યાંથી નીકળી જઈ બીજા ઘરમાં ખાતર પાડવા બેઠો, તો તે ઘર વેશ્યાનું જણાયું. તે ઘરની માલિક વેશ્યા એક કોઢીયા પુરુષ સાથે મધુર વચનોને બોલતી અનેક પ્રકારે ક્રીડા કરતી હતી. તે દેખીને ચોરે વિચાર કર્યો કે આના દ્રવ્યને કોણ હરણ કરે ? કારણ કે આ પૈસાને માટે કોઢીયાનો સંગ કરી પોતાનું મનોહર શરીર પણ ખરાબ કરે છે. માટે આનુંદ્રવ્ય મને લેવું યોગ્ય નથી. એમ વિચારી ત્યાંથી ત્રીજે ઘરે ખાતર પાડવા ગયો. હવે તે ત્રીજા ઘરમાં ખાતર પાડવાબેઠો. તે ઘર બ્રાહ્મણનું હતું. તે ઘરમાં બ્રાહ્મણ ઉંઘતો હતો. તેનો હાથ ખુલ્લો હોવાથી કોઈક ઉંદરડો આવીને તેની હથેળીમાં મુતર્યો, એટલે ઉંઘમાં બ્રાહ્મણ બોલ્યો કે સ્વસ્તિ ! તેથી ચોરે વિચાર્યું કે આવા લોભીનું દ્રવ્યકોણ લે? કારણ કે આનું દ્રવ્ય જવાથી શીધ્ર તેના પ્રાણ પણ ચાલ્યા જશે અને તેથી મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. આ જીવ બીજાના અછતા ગુણોનેબોલીને પણ દ્રવ્ય ભેગું કરે છે, કૃપણ ને મહા દાતાર કહે છે, અને અસતીને સતી કહે છે, નિર્ગુણીને ગુણ કહે છે, કાયરને શુરવીર કહે છે, નીચ ને કુલીન કહે છે. ક્રોધીને પ્રશાંત કહે છે મૂર્ખને જ્ઞાની કહે છે. સંપૂર્ણને કરણનો અવતારકહે છે. અને ભરડાને ભગવાન કહે છે, અંધને દેખતાની ઉપમા આપે છે, રંકને રાજા કહે છે, પાપીને પુન્યશાળી કહે છે, અન્યાયીને ન્યાયી કહે છે, વક્રને સરલ કહે છે, અસત્યવાદીને સત્યવાદી કહે છે, આવી રીતે જેમ મનમાં આવે તેમ બોલીને જેવું તેવું ધન મેળવી આ દુર્ભર પાપી પેટને ભરે છે, માટે આવા યાચકનું ધન તો જે પાપી હોય તેજ લે, માહરે આનું કાંઇપણ દ્રવ્ય લેવું નથી મને તો પરમેશ્વર ઘણું દ્રવ્ય આપશે. આવો વિચાર કરી ત્યાંથી નીકળીને ચોથે ઘરે ખાતર પાડવા બેઠો ત્યાં પણ સ્ત્રી પુરૂષ બન્ને જણા લડાઈ ટંટો કરતાં હતાં, ૩૬૭) ૩૬૭ , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy