________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
પુરૂષો વશવર્તી કરી શકતા નથી. વળી પણ રાજા વિચાર કરે છે કે ‘જે પુરૂષ કામથી વ્યાપ્ત થઇ સ્ત્રીઓના વૃંદને વિષે સદ્ભાવ ધારણ કરે છે તે પુરૂષ દુઃખે કરીને પાર પામી શકાય તેવા દુઃખ સમુદ્રને વિષે પડે છે, તેમા કાંઇપણ સંદેહ નથી. જિનેશ્વર મહારાજના નિરમલ વચનોથી સહાસનાવાળી તથા નિર્મળ કુળને વિષે ઉત્પન્ન થયેલી, તેમજ ધીરતા ધારણ કરનારી એવી પણ આ ચંપકમાળા જ્યારે દુઃશીલ પણું ધારણ કરે તો જગતની બીજી સ્ત્રીઓની ગણત્રી શું કરવી ?’ એ પ્રમાણે ચિંતવના કરી રાજા તેને વિષે વિરકત મનવાળો થઇ નિશ્ચય કરે છે કે આ મારે કદાપિકાળેસેવન કરવા લાયક છે જ નહિ. તો પણ મારે તેને બોલાવી તો પડશે જ, કારણ કે તેણીએ મને જૈનધર્મનુંદાન કરી મારા ઉપર એવા પ્રકારનો ઉપકાર કરેલો છે કે જેનો બદલો હું સેંકડો ભવોની પરંપરાથી પણ વાળી શકવા સમર્થ થઇ શકનાર નથી એવી રીતે દઢ નિશ્ચય કરી રાજા પોતાના મનના આશયને ગોપવીને ગયો. ચંપકમાળાએ પ્રથમની માફક રાજા મન વિના પણ ક્ષણ માત્ર ત્યાં બેસી થોડી ઘણી ઉપરના આડંબરની વાત કરી શીવ્રતાથી ઉડી ત્યાંથી ચાલ્યા વિના બહુ જ અલ્પ સ્થિતિને કરે છે. આમ કરવાનું શું કારણ હશે ? તેલ વિનાના મંદ દીપકની પેઠે રાજા ક્ષીણ સ્નેહવાળો થઇ મને ક્ષણ માત્ર દર્શન દઇ ચાલ્યો જાય છે તેનું શું કરાણ હશે ? એવો વિચાર કરી શબ્દનો અવગ્રહ કરી ચૂડામણિમાં ઉપયોગ દીધો તેથી પરિવ્રાજિકાએ કરેલ તમામ પ્રપંચ ચંપકમાળાએ દેખ્યો તો પણ તેણીએ પારિત્રાજિકા ઉપર કાંઈ પણ દ્વેષનો લેશ માત્ર પણ નહિ ધારણ કરતાં ચિંતવન કર્યું કે ‘હાલમાં છ માસ સુધીનું ભોગાંતરાય કર્મ મારે ભોગવવું પડશે જ વળી આ ભોગો ધમ કર્મને અંતરાય કરનારા છે. અનાદિકાળના અભ્યાસથી ગાઢ ગૃદ્ધ થયેલા,મોહને વશ થઇ પંડિતો પણ ભોગો ભોગવે છે હાલમાં તે ભોગોનું વિઘ્ન આવવાથી વિશેષતાથી ધર્મને વિષે ઉદ્યમ કરૂ કારણ કે,
૧૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org