SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કોણ છે ? વળી જે માંસ મદિરાદિના ભક્ષણ કરે છે તેને વિષે દેવપણું હોય ક્યાંથી? માટે હું તો જિનેશ્વર મહારાજને મૂકીને તથા તેમના મતને વિષે રહેલાંને છોડીને કદાપિકાને અન્યને વંદન નમસ્કાર કરનારી નથી. કારણ કે શ્રેષ્ઠ હાથી ઉપર પ્રથમ બેસીને પછી ગધેડા ઉપર બેસવાની ઇચ્છા કોણ કરે ? આવી રીતે અનેક પ્રકારની યુક્તયુક્તિયોથી નિવારણ કર્યા છતાં પણ તે ધૂતારી જયારે ઉછળીને જતી નથી ત્યારે પ્રતિહારીયે બે હાથ પકડી ઉઠાડી કાઢી મૂકી. આ પ્રમાણે પોતાનું અપમાન થવાથી ક્રોધથી ધમધમવા લાગી અને તેજ વખતે પોતે પ્રથમ આરાધેલી વિદ્યાનું સ્મરણ માત્ર કરવાથી જલ્દીથી વિદ્યાદેવી આવીને કહેવા લાગી કે – મારૂ સ્મરણ તે કેમ કર્યું ? તું મને જલ્દીથી કહે કે તારું કાર્ય હું શું કરૂ ?” ત્યારે પરિવ્રાજિકા બોલી, “પોતાના જ્ઞાનના અભિમાનથી પરિપૂર્ણ થયેલી પાપિણી ચંપકમાળા મારી પણ અવજ્ઞા કરે છે માટે તું તેના ઉપર એવું કલંક નાખ કે રાજા તેનો શીઘ્રતાથી ત્યાગ કરે અને જીવતી સતી શરીર તથા મન સંબંધિ અનેક પ્રકારના દુઃખો ભોગવે આવી રીતે કહેવાથી વિદ્યાદેવીએ રાત્રિને વિષે પોતાની માયાથી ચંપકમાળાની સાથે ક્રીડા કરતો પરપુરૂષ વાસભુવનને વિષે આવેલા રાજાને દેખાડ્યો હવે રાજા જેટલામાં સમ્યક્ પ્રકારે તપાસ કરે છે તેટલામાં તો તે માયાવી પુરૂષ જેલ્દી અદશ્ય થઈ ગયો તે જોઈ રાજા વિસ્મય પામેલ મનવડે કરી વિચાર કરવા લાગ્યો કે “આ ચંપકમાળાના રૂપથી મોહિત થઈ કોઈ વિદ્યાધરે આવી આ પ્રકારનું કાર્ય કરેલ છે. તેમજ સ્ત્રીઓના સ્વભાવને પણ ધિક્કાર છે ! ધિક્કાર છે ! અહો ! અહો ! સ્ત્રીયોનું મન દુઃખે કરીને પણ ગ્રહણ કરી શકાતું નથી તથા તેમનું મન સ્નેહથી પણ ગ્રહણ કરી શકાતું નથી તથા વિનય ગુણથી લજ્જાથી મીઠા મીઠા સેંકડોજાતના વચનોથી કઠોર તેમજ કોમળ વચનોથી, વૈભવથી તેમજ યૌવન વડે કરીને પણકિ બહુના ? કોઈપણ પ્રકારના ઉપાયથી સ્ત્રીઓના મનને ૧૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy