________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેના સન્મુખ નાખીને કામદેવ જેમ પોતાની સ્ત્રી રતિ સાથે રમે તેમ તેના સાથે મકરંદ રમવા માંડયો, કારણકે કહ્યું છે કે – विरहो वसंतमासी, नवनेहो पढमजुव्वारंभो । पंचमगीयस्स जुणी, पंचग्गी को जणो सहइ ॥१॥
ભાવાર્થ : વિરહ, વસંત માસ, નવીન સ્નેહ તથા પ્રથમ યૌવન અવસ્થાનો આરંભ તેમજ પંચમ રાગની ધ્વનિ આ પાંચ અગ્નિ કોણ માણસ સહન કરી શકે છે ? અર્થાત્ કોઈ જ નહિ. અનુક્રમે મહાપાયાની એવી તેણીએ તેનું તમામ ધન હરણ કરી લીધું અને પછી પોતાના ઘરથી તેને કાઢયો તેથી મકરંદ પોતાને ઘેર ગયો. હવે પિતાએ તે સ્વરૂપને જાણીનેકનકસેના કુટ્ટિની ને બહુ જ ઉપાલભ આપવાથી તે બોલી કે હે શ્રેષ્ઠિ ! તું મારું વચન યાદ કર હું શું કરું? કારણ કે મરણ પામેલા સ્ત્રીના દંભથી છેતરાયેલ છે. તો પણ તારી શરમથી તારૂં ગયેલું ધન હું પાછુ લાવી આપીશ, એમ કહીને થોડું ધન આપીને મકરંદને આગળથી જ સોપારક નગરે મોકલ્યો. ત્યારબાદ પ્રપંચથી ચંડાળનો વેશ કરી હાથમાં મૃદંગને ધારણ કરી ગાયન ગાતાં ગાતાં તે વેશ્યા અને આનંદ શ્રેષ્ઠિ બંને સ્ટી ભર્તારના પેઠે મદિરા વેશ્યાના બારણા પાસે મકરંદ દાતણ કરતો હતો ત્યાં પ્રાતઃકાળે જઈ ઉભાં રહ્યાં. તેથી મકરંદ અહો ! મારા માબાપ આવ્યા અહો ! મારા માબાપ આવ્યા ! એવી રીતે વારંવાર બોલતો તેમને આલિંગન કરવા લાગ્યો, તેથી તે દેખીને મદિરા વેશ્યા વિચાર કરવાલાગી કે હા હા આ પાપીએ મને બહુ વગવી. રાજા આ વૃત્તાંત જાણશે તો મારું તમામ ધન લઈ મને વિડંબના પૂર્વક યમધામમાં પહોંચાડશે. આવું જાણીને તેણીએ કહ્યું કે તમો બંને કોણ છો અને આ કોણ છે ! તેવું સાંભળી પ્રથમથી જ સંકેત કરી રાખેલ મકરંદ
(૩૧૨)
૩૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org