________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બોલ્યો કે આ મારા માતાપિતા છે, અને હું તેનો પુત્ર છું. તે સાંભળી ભય પામનારી તેણીને બંને જણાએ કહ્યું યૌવનરૂપી મદિરાનું પાન કરી ઉન્માદ પામનારી હે મદિરા ! જો તું મારું કલ્યાણ ઇચ્છતી હોય તો અમારા પુત્ર પાસેથી જેટલું દ્રવ્ય લીધું છે તે તુરત પાછું આપી દે, નહિ તો રાજા પાસે જઇને તારૂં તમામ ચરિત્ર કહીશું. આવી રીતે બંનેના વચનોને સાંભળીને પોતાનું સર્વસ્વ નાશ પામશે એવો ભય ધારણ કરી ઉધાર લીધેલાની પેઠે વ્યાજ સહિત મદિરાએ તુરત તેનું ધન પાછું આપી દીધું. ત્યારબાદ તે કુટિની અને પુત્રના સાથે શ્રેષ્ઠિ ઘેર ગયો અને તે કનકસેના વેશ્યાને બહુ જ ધન આપી, તેનો ઉપકાર માની શ્રેષ્ઠિ શાંતિથી વાસકરવા લાગ્યો. આ વાત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે શાસ્ત્રકાર મહારાજાએ વેશ્યાને અત્યંત માયા કપટની ખાણ કહેલી છે તે બરાબર છે, પણ અતિશયોક્તિ નથી.
0 દંભને વિષે બૃત્તાંગ વિધની ક્યા )
વટાદરા ગામને વિષે ચક્રપાણિ નામનો બ્રાહ્મણ વસતો હતો. તેને સોહિની નામની સ્ત્રી હતી. તે સ્વૈરિણી હતી, તેથી વિજય સૌભાગ્ય નામના મંત્રીના પુત્રને વિષે આસકત હતી હવે તે પાણી ભરવાના બહાના વડે કરીને ગામ બહાર સરોવરની પાસે રહેલ ચંડિકાના મંદિરમાં રહેલી શુંડા નામની ચામુંડા દેવીના પાસે જઈને તેને કમલ વડે પૂજા પ્રાર્થના કરતી હતી કે “હે માતા ચામુંડે ! મારા ધણીને તું આંધલો કર.” આવી રીતે પૂજા પ્રાર્થના કરવાથી તથા વિલંબે ઘેર આવવાથી તેની શોધખોળ માટે એક દિવસ તેનો પતિ તેની પાછળ ચાલ્યો, અને ચામુંડાના મંદિરમાં પ્રવેશ કરતી દેખીને પાછો ફર્યો, અને બીજે દિવસે પ્રાત:કાળે વહેલો જઇ ચામુંડાની પાછળ સંતાઈ રહ્યો, ત્યારબાદ તેણીયે આવીને પૂજા પૂર્વક માગણી કરવાથી દેવના
૩૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org