SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જોઇએ ત્યારે ચીર બોલે, ભૂખ્યો થાયત્યારે ચઉષ્ણ બોલે છે. આવી રીતે બોલવાથી લોકોમાં તેનું નામ અંચુચીચ પડયું. કાળાંતરે તેના પિતાનું મરણ થયું ૯૯ પુત્રો રાજયને માટે અરસરસ લડાઈ કરવા લાગ્યા, વાર્યા રહે નહિ. છેવટમાં મંત્રિકે યુક્તિ કરીને કહ્યું કે અંબુચીચને આપો.અંબુ ચીચની પુન્યાઇથી નવાણુએ માન્યુ અને તેને રાજ્યગાદી આપી. તમામ પ્રેમથી તેની સેવા કરવા લાગ્યા. અંબુચીચ મહા ભાગ્યવાન હોવાથી બહુ જ ઉદાર તેમ જ દાતાર થયો. યાચકોને જઘન્ય દાન ૧૬ ગદીયાણા સોનું (અર્ધા તોલાનું વજન એટલે ગદીયાણું) આપે છે. મધ્યમ દાન લક્ષ સોનામહોર આપે છે, ઉત્તમ દાનમાં કોટી સોના મહોરો આપે છે. એ ત્રણે પ્રકારના દાનની ચીઠ્ઠીઓ એક ઘડામાં નાખી રાખે છે. જ્યારે કોઈ યાચક આવે ત્યારે તેના પાસે ચીફીકઢાવે છે, અને જે ચીઠ્ઠી નીકળે તે પ્રકારે દાન આપે છે. તે સમયે દ્વારિકા નગરીને વિષે કૃષ્ણ મહારાજા રાજ્ય કરે છે અને પાંડુરાજાના બાંધવ વિદુરને આગળ મોટો કરીને ૧૬ ગદીયાણા સોનુ યાચના કરનારને આપે છે, વધારે નહિ.વિદુરે કૃષ્ણને કહ્યું કે તું થોડુ દાન આપે છે, માટે બીજા પાસે જઇશ.કૃષ્ણે કહ્યું કે તારૂ ભાગ્ય ૧૬ ગદીયાણા સોનાનું જ છે, વધારે નથી વિદુરે કહ્યું કે હું વધારેપામીશ, પરંતુ તારાભયથી કોઈ વધારે આપશે નહિ. ત્યારબાદ વિદુરને મોટા બ્રાહ્મણનું રૂપ ધારણ કરાવી અને કૃષ્ણ બટુકનું રૂપ ધારણ કરી, મહાત્યાગી થઇ, બન્ને જણા અંબુચીચ રાજા પાસે ગયા અને રાજાને આશીર્વાદ આપવાથી રાજાએ મંત્રીના સન્મુખ જોયું તેથી તેણે ચિઠિઓ વાળો ઘડો બતાવ્યો વિદુરે નીચેથી ચીઠી કાઢી તો પણ ૧૬ ગદીયાણા સોનાની જ ચીઠ્ઠી નીકળી અને બટુડે (કૃષ્ણ) ઉપરથી ચીઠ્ઠી લીધી તો પણ કોટી સોના મહોરની ચિઠી નીકળી તેથી મંત્રીએ કહ્યું કે બટુકુ ભાગ્યવાન છે, તું નહિ. તેથી કૃષ્ણ કહ્યું કે વિત્તાલાભ તો તારે માટે નથી ૧૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy