________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
CT સુશીલ શ્રી ભીમ ભાર્યાની ક્યા છે
ગુર્જર દેશના મંડનભૂત પાટણ નામના મહાન નગરને વિષે દાન આપવા વડે કરીને જેણે કર્ણરાજાને તથા કુબેર ભંડારીને પણતિરસ્કાર કરેલ છે એવો શ્રી કર્ણ નામનો રાજારાજય કરતો હતો. તેને વણિક વર્ગને વિષે મુકુટસમાન ભીમ નામનો મંત્રી હતો. આની અત્યંત દાનાતિશયથી ઉત્પન્ન થયેલી વિસ્મયને કરનારી વિસ્તારવાલી કીર્તિને જગતને વિષે ફેલાયેલી સાંભલીને ભીમ પાસેથીદાન લેવાની ઇચ્છાવાળો કાશીદેશમાં વસનારો બળભદ્ર નામનો કવિગુજરાત દેશમાં આવ્યો. ત્યારબાદ ઘોડા રથ, પાયદળ, વિગેરે ઘણા પરિવારના સમૂહથી પરિવરેલો બળભદ્રપાટણ નગરના ઉપવનને વિષે સહસ્ત્રલિંગ તળાવના તટને વિષે ભોજન કરવાને માટે ઉતર્યા એવામાં કોઈક અકસ્માત અપરાધ આવ્યાથી કર્ણરાજાને ભીમ મંત્રીને કેદખાનામાં નાખ્યો. તે વાર્તા સાંભળી બળભદ્ર વિચાર કર્યો કે તે મહાન ત્યાગીનું મુખ જોવું તેજ શ્રેયસ્કર છે, એવી સ્પૃહા વડે કરીને ભીમ મંત્રીને ઘેર આવ્યો, અને ભીમની સ્ત્રી ભાનુમતીની સ્તુતિ કરી તેણીએ માગણીનું આગમન ઉત્સવ રૂપ માની ભીમની જેવું અતુલ્ય વાત્સલ્ય કર્યું, તેની કરેલી ભક્તિને જોઈને પોતાને ઘણી લક્ષ્મી મળી છે તેમ બલભદ્ર કવિ માનવા લાગ્યો. પ્રાતઃકાળે મંત્રીના પાસે જનારી સુરૂપાદાસીના સાથે જઈને બલભદ્ર મંત્રીને આશીર્વાદ આપી નીચે પ્રમાણે સ્તુતિ કરી.
चिरं जीव चिरं नंद चिरं पालय मेदिनीम् ।। निस्सीमा भीमभाग्यश्रीः, श्रीभीम सचिवोत्तम !॥१॥
ભાવાર્થ : હે શ્રીમાન મંત્રીઓને વિષે ઉત્તમ ભીમ ! તું ચિરંજીવ ચિરકાળ આનંદ કર, ચિરકાળ પૃથ્વીનું પાલન કર, કારણ કે તારા ૨૩૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org