________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધર્મિષ્ઠ છે તો સર્વ લોકોને ધર્મનું મહાભ્ય બતાવ. તે વખતે આકાશમાં વિદ્યાદેવીની વાણી થઈ. કે હે કુમાર ! પાણીની અંજલી વડે કરી બાલકને સિંચ, કુમાર દેવીનું કહેલું કરવાથી બાળક વિષરહિત થયો અને લોકોને વિષે જૈન ધર્મનો મહિમા ઘણો વૃદ્ધિ પામ્યો. અન્યદા પોતાના પિતાએ પ્રેરણા કરવાથી પોતાના કુટુંબોનો પાછલો ભવ પુછવા માટે આકાશગામિની વિદ્યાથી મહાનંદ સીમંધર સ્વામી પાસે ગયો ત્યાં ભગવન્તને વંદન કરી પુછવાથી ભગવાન કહેવા લાગ્યા.
ધન્યપુરે સુધન શ્રેષ્ઠી હતો, ધનશ્રી તેની સ્ત્રી હતી, ધનાવહ નામનો તેનો બાળમિત્ર હતો. બન્ને જણા સાથે વ્યવસાય કરતા. સુધન પોતાના મિત્રની વસ્તુ પોતાને ઘેર વેચતાં તેના સો દ્રમ ખાઈ ગયો તથા એક વણિકના દસ દ્રમ આપવા બાકી હતા તે વ્યાપારમાં તુરત નહિ આપવાથી સુધન પાસે બાકી રહ્યા તથા એક વણિકના સોદ્રમ દેવાના હતા પણ ભ્રાંતિથી એકસો દસ દ્રમ આપી દીધા પણ સુધન જાણતાં છતાં બોલ્યો નહિ અને પાછા ન આપ્યા. આ ત્રણે શલ્યની ગુરૂ પાસે આલોચના લીધા સિવાય સશલ્ય રહ્યો, પરંતુ એક સાધર્મિકભાઈને સો દ્રમ આપીને યાવસજીવ સુધી સુખી કર્યો કારણ કે હાથની અંજલી વિષે રહેલા પાણીથી પણ અવસરે મૂછ પામેલા જીવો જીવે છે, પરંતુ તે સુંદર ! મરણ પામ્યા પછી હજાર ઘીના ઘડા આપવા વડે કરીને પણ શું ? અર્થાત્ કાંઇજ નહિ. અનુક્રમે સુધન,ધનશ્રી પોતાનો મિત્ર તે બન્ને વાણિયા અને સાધર્મીભાઈ કાળધર્મ પામી આ છએ જણા સૌધર્મ દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને ધનદત્ત અને કુમુદવતીના ચાર પુત્રો થયા. ધનદત્તનો જીવ તે ચારેનો પિતા થયો. સાધર્મિક જીવ તું થયો. પહેલો પુત્ર ધનવાહનો જીવ થયો. પૂર્વે સો દ્રમ ખાઈ જવાથી સર્વ દ્રવ્ય તેણે નાશ કર્યું અને ધર્મની નિંદા કરવાથી અલ્પ આયુષ્યવાળો થયો, બીજા બે
૧૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org